ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Blinkit-Swiggyને ટક્કર આપવા ઉતરી Amazon, 10 મિનિટમાં ડિલિવરી, હવે ક્વિક કોમર્સનો જંગ બનશે ઝડપી

નવી દિલ્હી, 11 જુલાઇ, 2025: ઇ-કોમર્સ સેવા સાથે પહેલેથી જ સંકળાયેલી અમેરિકન કંપની અમેઝોને હવે ભારતમાં ક્વિક ડિલીવરી સર્વિસ ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં તેની સેવાનો પ્રારંભ થઇ ગયો છે. તેથી હવે તે 10 મિનીટમાં જ Amazone Now પર પોતાના સામાનની ડિલીવરી બાકી દેશના ટોચના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો, ઇંસ્ટામાર્ટ, સ્વિગ્ગી અને બ્લિન્કીંટની જેમ જ કરાવી શખશે. આ પહેલા બેંગલોરમાં સફળ પાઇલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.

ઝડપી સેવામાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે

અત્યાર સુધી, એમેઝોન પરથી ખરીદેલી કોઈપણ વસ્તુ ઘરે પહોંચવામાં એક થી બે દિવસ લાગતા હતા. આવી સ્થિતિમાં, ઝડપી સેવામાં એમેઝોન નાઉના પ્રવેશ સાથે, આગામી દિવસોમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે. જૂનમાં, ઈ-કોમર્સ કંપની એમેઝોને બેંગલુરુમાં તેની ઝડપી ડિલિવરી સેવા શરૂ કરી હતી. હવે તેણે સૌપ્રથમ પશ્ચિમ દિલ્હીથી તેની શરૂઆત કરી છે, જે સમગ્ર શહેરમાં શરૂ કરવામાં આવશે.

ટૂંક સમયમાં સમગ્ર દિલ્હીમાં સેવા શરૂ થશે

એક મુલાકાતમાં એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) અભિનવ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીના મોટા ભાગમાં સેવા શરૂ થઈ ગઈ છે અને નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ટૂંક સમયમાં તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બાકીના ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગયા મહિને એમેઝોને ભારતમાં તેની ડિલિવરી સેવાને મજબૂત બનાવવા માટે 2000 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. આ પછી, એમેઝોન દેશભરમાં મોટી સંખ્યામાં ડાર્ક સ્ટોર્સ ખોલવા પર ભાર મૂકી રહ્યું છે. આ વેરહાઉસ છે જે શહેરની અંદર બનાવવામાં આવ્યા છે, જેથી ઓર્ડર સરળતાથી અને ઝડપથી પહોંચાડી શકાય.

આ પણ વાંચોઃ ન અંબાણી, ન અદાણી, જાણો રૂ. 250 કરોડની કારના કોણ છે માલિક

Back to top button