બિઝનેસ

Share Market Today:શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન થવાનું આ છે કારણ

Share Market Today: છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, વૈશ્વિક સ્થિતિને અનુસાર બજાર ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જોવા મળે છે, જો કે આજે સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારો માટે શેરબજારમાંથી સારા સમાચાર સામે આવ્યા નથી, અને ફરી એક વખત સ્ટોક માર્કેટની શરુઆત સુસ્ત થઈ હતી.

આજે માર્કેટની શરુઆત સારી રહી ન હતી

ગુરુવારના ભારે ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારની શરુઆત સારી રહી ન હતી અને સુસ્તી સાથે માર્કેટ ઓપન થયું હતું. સેન્સેક્સ 225 પોઈન્ટ ઘટીને 82,272 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ ઘટીને 25,406 પર ટ્રેડિંગની શરુઆત કરી હતી. અગાઉ ગુરુવારે (19 ફેબ્રુઆરી 2026) નિફ્ટી-50 365 પોઈન્ટ અથવા 1.41 ટકા ઘટીને 25,454 પર જ્યારે સેન્સેક્સ 1,236 પોઈન્ટ અથવા 1.48 ટકા ઘટીને 82,498 પર બંધ રહ્યો હતો.

એશિયન બજારોની સ્થિતિ

યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વોલ સ્ટ્રીટ પર રાતોરાત ઘટાડાને કારણે આજે મોટાભાગના એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી હતી. જાપાનનો નિક્કીમાં 225 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ટોપિક્સ પણ 1.12 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. તેનાથી વિપરીત, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.66 ટકા વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો હતો, પરંતુ સ્મોલ-કેપ કોસ્ડેક 0.19 ટકા ઘટ્યો. લૂનર નવા વર્ષની રજાને કારણે ચીન અને હોંગકોંગના બજારો બંધ રહ્યા હતા.

વોલ સ્ટ્રીટમાં હડકંપ

ગઈકાલે એટલે કે ગુરુવારે અમેરિકાની શેરબજાર ઘટાડા સાથે બંધ થઈ હતી. રોકાણકારોએ યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 267.50 પોઈન્ટ અથવા 0.54 ટકા ઘટીને 49,395.16 પર બંધ થયો. S&P 500 એટલે કે 0.28 ટકા ઘટીને 6,861.89 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.31 ટકા ઘટીને 22,682.73 પર બંધ થયો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ

યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે. ગુરુવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ ઈરાનને ચેતવણી આપી કે શક્ય તેટલી વહેલી તકે પરમાણુ કરાર પર નિર્ણય લો, નહીં તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ટ્રમ્પે ઈરાનને આ માટે 10-15 દિવસની સમયમર્યાદા આપી છે. ઈરાને પણ ધમકી આપી છે કે જો હુમલો કરવામાં આવશે તો મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવશે. મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકોની ભારે તૈનાતી વચ્ચે યુદ્ધનું જોખમ વધી ગયું છે.

આ પણ વાંચો : ભારત ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’નું સભ્ય ન બન્યું, રશિયા અને ચીનથી અપનાવ્યું અલગ વલણ

Back to top button