Old vs New Tax Regime: 12 લાખ કમાનારા કરો મોજ, 15 લાખની સેલરી પર કેટલો લાગશે ઈનકમ ટેક્સ

Tax calculation: 1 એપ્રિલથી દેશમાં ઘણું બધું બદલાયું છે અને આવનારા દિવસોમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે. જોકે ઈનકમ ટેક્સના મોરચે નાણાકીય વર્ષ 2025-26માં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 1 એપ્રિલ, 2026 થી શરૂ થનારા ન્યુ ટેક્સ રિજીમ હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો રહેશે નહીં. જો કોઈનો વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા છે, તો તેમણે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ 97% કરદાતાઓ જેમણે પ્રિઝમ્પટિવ ટેક્સનો લાભ લીધો હતો તેઓ પહેલેથી જ ન્યુ ટેક્સ રિજીમમાં શિફ્ટ થઈ ચૂક્યા છે. આ શ્રેણીમાં નાના વ્યવસાયો અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. જોકે સામાન્ય કરદાતાઓમાં ખાસ કરીને પગારદાર વર્ગમાં, જેઓ ITR 1, 2, 3 અને 4 ફાઇલ કરે છે, 88% નવી કર વ્યવસ્થામાં સંક્રમિત થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે 12% કરદાતાઓ હજુ પણ જૂના ટેક્સ રિજીમમાં છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કોણ હજુ પણ ઓલ્ડ ટેક્સ રિજીમમાં છે? આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના લોકોએ હોમ લોન લીધી છે અને ₹2 લાખ સુધીના વ્યાજ કપાત માટે પાત્ર છે. વધુમાં તેમના રોકાણો (80C, 80D, HRA) નોંધપાત્ર છે અને તેમનો પગાર ₹15-20 લાખથી વધુ છે. આ વ્યક્તિઓને તેમના જૂના રોકાણો (LIC, PPF) માંથી મળતી કર છૂટ નવી વ્યવસ્થાના નીચા દરો કરતાં વધુ ફાયદાકારક લાગે છે.
ઉલ્લેખનીય છે કે સરકારે પહેલેથી જ નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ વિકલ્પ બનાવી દીધો છે. તો જો તમારો પગાર વાર્ષિક ₹15 લાખ છે, તો ચાલો જાણીએ કે નવી કર વ્યવસ્થા હેઠળ કેટલો આવકવેરો વસૂલવામાં આવશે. હાલમાં ₹12.75 લાખ સુધીના પગાર પર આવકવેરો મુક્ત છે, જેમાં પ્રમાણભૂત કપાતનો પણ સમાવેશ થાય છે.
- કુલ પગાર: રૂ. 15,00,000
- સ્ટાન્ડર્ડ ડિડક્શન: રૂ.75,000
- કરપાત્ર આવક બાદ: 14,25,000 રૂપિયા
સ્લેબ મુજબ ટેક્સ
- બેઝિક ટેક્સ ₹93,750.
- આરોગ્ય અને શિક્ષણ સેસ (4%): ₹3,750.
- કુલ ચૂકવવાપાત્ર કર: ₹97,500.
તમને જણાવી દઈએ કે, જો તમારો પગાર 12.75 લાખ રૂપિયા સુધીનો છે, તો સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી તમારી કરપાત્ર આવક 12 લાખ રૂપિયા રહે છે, જેના પર 60,000 રૂપિયાની છૂટ (કલમ 87A) મળવાને કારણે તમારો ટેક્સ શૂન્ય થઈ જાય છે.
હવે જોઈએ કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં તમારી પાસે કેટલો ટેક્સ વસૂલવામાં આવશે? ઓલ્ડ ટેક્સ રિજીમ મુજબ, 15 લાખ રૂપિયાના વાર્ષિક પગાર માટે પહેલા 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન કાપવામાં આવશે, જે કરપાત્ર આવક ઘટાડીને 14.50 લાખ રૂપિયા કરશે. આ પછી જૂના સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. 2.5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં, 2.5 થી 5 લાખ રૂપિયા સુધી 5% (₹12,500), 5થી 10 લાખ રૂપિયા સુધી 20% (₹1,00,000) અને 10 લાખથી ઉપર 4.5 લાખ પર 30 % (₹1,35,000) ટેક્સ લાગશે. આમ કુલ ટેક્સ 2,47,500 રૂપિયા થશે. આમાં 4 % આરોગ્ય અને શિક્ષણ સેસ ઉમેરીને કુલ ટેક્સ 2,57,400 રૂપિયા જેટલો થશે.
ઓલ્ડ ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે. આ રકમ તમારી આવકમાંથી બાદ કરો (15,00,000- 50,000 = 14,50,000 રૂપિયા) એટલે કે 14.50 લાખ રૂપિયા હવે કરપાત્ર છે. તે પછી, તમે કલમ 80C હેઠળ ₹1.5 લાખ બચાવી શકો છો. આ માટે EPF, PPF, ELSS અને NSC માં રોકાણ કરવું જરૂરી છે. તમે બે બાળકો માટે ₹1.5 લાખ સુધીની ટ્યુશન ફી પર આવકવેરા મુક્તિ મેળવી શકો છો. હવે તમારી આવકમાંથી ₹1.5 લાખ બાદ કરો (₹14,50,000-₹1,50,000 = ₹13,00,000. હવે, ₹13.5 લાખ કરપાત્ર છે.જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં વાર્ષિક ₹50,000 સુધીનું રોકાણ કરો છો, તો તમે કલમ 80CCD (1B) હેઠળ આવકવેરામાં વધારાના ₹50,000 બચાવી શકો છો. હવે આ રકમ તમારી કુલ આવકમાંથી બાદ કરો. હોમ લોન ધરાવતા લોકો વધારાના ₹2 લાખ બચાવી શકે છે. જો તમારી હોમ લોન છે, તો તમે આવકવેરા કાયદાની કલમ 24B હેઠળ ₹2 લાખના વ્યાજ પર કર કપાતનો લાભ મેળવી શકો છો. આ રકમ તમારી વાર્ષિક આવકમાંથી બાદ કરો (₹12,50,000 – ₹2,00,000 = ₹10,50,000). હવે, ફક્ત 10.50 લાખ રૂપિયા કરપાત્ર છે. આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ મેડિકલ પોલિસી લઈને તમે 25,000 રૂપિયા સુધી બચાવી શકો છો. આ સ્વાસ્થ્ય વીમામાં તમારું નામ, તમારી પત્નીનું નામ અને તમારા બાળકોનું નામ શામેલ હોવું જોઈએ. વધુમાં જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક હોય, તો તમે તેમના નામે આરોગ્ય વીમો ખરીદીને 50,000 રૂપિયા સુધીની વધારાની કપાતનો દાવો કરી શકો છો. જો તેઓ 60 વર્ષથી ઓછી ઉંમરના હોય, તો તમે 25,000 રૂપિયા સુધીનો દાવો કરી શકો છો. એટલે કે 10 લાખ રૂપિયાની આવક હવે કરપાત્ર છે. આ કપાત પછી જૂની કર વ્યવસ્થા મુજબ તમારો આવકવેરો હવે 1,17,000 રૂપિયા થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હવે જ્યારે આપણે બંનેની સરખામણી કરીએ છીએ, ત્યારે નવી કર વ્યવસ્થા મુજબ કર 97,500 રૂપિયા છે અને જૂની કર વ્યવસ્થા મુજબ કર 1.17 લાખ રૂપિયા છે, એટલે કે 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર નવી કર વ્યવસ્થા હવે એક સારો વિકલ્પ છે.
આ પણ વાંચોઃ Stock Market: ટ્રમ્પના નિવેદથી રોકેટ બન્યુ શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી












