બિઝનેસ

શેરબજારમાં FPIનું મોટું ધોવાણ: સપ્ટેમ્બરના 2 અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ₹13,138 કરોડ પાછા ખેંચ્યા

FPI Outflow Indian Stock Market: વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને ડોલરમાં મજબૂતીના કારણે ભારતીય શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ નાણાં પાછા ખેંચવાનું ઝડપી બનાવ્યું છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (CDSL) અને NSDL ના ડેટા અનુસાર, 11 સપ્ટેમ્બર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ₹13,138 કરોડનું વેચાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે FPIs અગાઉ જુલાઈમાં ₹20,200 કરોડ અને ઓગસ્ટમાં ₹29,630 કરોડનું ચોખ્ખું રોકાણ કરીને ખરીદદાર રહ્યા હતા.

રોકાણકારોનો મોહભંગ

માર્ચથી જૂન સુધી સતત 4 મહિના સુધી ભારતીય શેરોનું વેચાણ કર્યા બાદ સપ્ટેમ્બરમાં ફરી FPIની વેચવાલી જોવા મળી છે. આ સાથે 2026 માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPI ઉપાડ રૂ. 2.37 લાખ કરોડના આંકડે પહોંચ્યો છે. આ ઉપાડનો આંકડો 2025 ના વર્ષમાં પાછા ખેંચવામાં આવેલા ₹1.66 લાખ કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જે ભારતીય બજાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

વેચવાલી પાછળનું ગણિત

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પાછળ ભારતીય બજાર નહીં પરંતુ વૈશ્વિક તણાવ જવાબદાર છે. યુએસ બોન્ડ યીલ્ડ અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધીને પ્રતિ બેરલ $109.97 સુધી પહોંચી જતાં વિદેશી મૂડી ઉભરતા બજારોમાંથી બહાર નીકળી રહી છે. ઊંચા ઓઇલ ભાવના કારણે વૈશ્વિક ફુગાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બજારમાં વધુ કડાકાની ભીતિ

નિષ્ણાંતો ચેતવણી આપી છે કે જો યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડ 5 ટકાના આંકડે પહોંચશે, તો વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર કડાકો આવી શકે છે. આવી પરિસ્થિતિમાં વિદેશી રોકાણકારો ઇક્વિટીમાંથી નાણાં ઉપાડીને વધુ ઉપજ આપતા બોન્ડ્સ તરફ વળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન FPIs એ ભારતીય ડેટ અથવા બોન્ડ બજારમાં ફુલ એક્સેસ રૂટ (FAR) દ્વારા ₹1,350 કરોડ અને સામાન્ય રૂટ દ્વારા ₹955 કરોડ પાછા ખેંચી લીધા હતા, જ્યારે VRR હેઠળ માત્ર ₹29 કરોડનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો: EPF Calculation: PF માંથી પણ થઈ જશે 1.50 કરોડથી વધુનું ફંડ તૈયાર, બસ ન કરતા આ ભૂલ

Back to top button