બુમરાહે સંજના માટે વીંટી તૈયાર રાખી…. માત્ર રાહ જોવાતી હતી પણ શેની? બાયોબબલ વચ્ચે કેવી રીતે કર્યું હતું પ્રપોઝ? વાંચો પ્રેમકહાની

એચડી ન્યૂઝ ડેસ્ક, 30 જુન 2025: Cricket હરભજન સિંહ અને ગીતા બસરાના ટોક શો ‘હૂ ઇઝ ધ બોસ’ ના તાજેતરના એપિસોડમાં, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનએ તેમના અંગત જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી. આ પાવર કપલે તેમના પ્રેમની કહાની કહી, તેમના પ્રેમના અભિવ્યક્તિથી લઈને લગ્ન સુધી. આ દરમિયાન બુમરાહે જણાવ્યું કે તેણે સંજનાને કેવી રીતે પ્રપોઝ કર્યું.
બુમરાહે આશા નહોતી મૂકી મળવાની
જસપ્રિત બૂમરાહ અને તેની પત્ની સ્પોર્ટસ પ્રેઝન્ટર સંજના ગણેશેને શો દરમિયાન પોતાના સંબંધ માટે ખુલીને વાતો કરી હતી. શું બંને જણે પોતાના સંબંધ અંગે અંગત રાખ્યો હતો? ક્યારે અને કેવી રીતે બૂમરાહે સંજનાને પ્રપોઝ કર્યું હતું. કોવિડના એ સમયે દુબઇમાં આઇપીએલ 2020માં બાયોબબલ ટીમ હતી. એક બીજાની સાથે અંગતપળો મનાવવાનું વિચારી પણ શકાય એમ ન હતું. તેમ છતાં બૂમરાહેને આશાઓ હતી કે આઇપીએલ પૂરી થયા બાદ પ્રપોઝ કરવાની તક મળશે. તેમણે વીંટી પણ સાથે જ રાખી હતી. આખરે તેમને તક મળી અને જીવનનો નવું પ્રકરણ શરૂ થયું હતું.
બુમરાહ અને સંજનાએ તેમનો સંબંધ ‘સિક્રેટ’ રાખ્યો
બુમરાહ અને સંજનાએ એટલું છુપાવીને રાખ્યું હતું કે તેમને દાદ દેવી પડે એમ હરભજનસિંઘે કહ્યું. એક હાથથી તાળી વગાડવાની અને બીજા હાથને ખબર ન પડે એટલું તેમણે છૂપાવી રાખ્યું હતું લગ્નના બે દિવસ પહેલાં જતિન સપ્રુએ કહ્યું કે દૂલ્હન તો અહીંથી જ છે. સંજના… એટલે મેં કહ્યું આટલું સિક્રેટ રાખ્યું હતું?
સોશિયલ મીડિયામાં કંઇ ન નાખ્યું, ઘણાને ખબર હતી
હરભજનના સવાલ ઉપર સંજના ગણેશને કહ્યું કે, અમે કંઇ છુપાવવાની કોશિશ ન કરી, માત્ર સોશિયલ મીડિયામાં કંઇ ન નાખ્યું. અમારા માતા પિતા જાણતા હતા, મિત્રો જાણતા હતા. મારા ઘણા પ્રોડ્યુસર જાણતા હતા કે આમનું કંઇક છે. અમે ઢંઢેરો નહોતો પીટ્યો.
મળતા ત્યારે કોઇને શંકા પણ નહોતી જતી
તો, જસપ્રિત બૂમરાહે બોલ્યા કે બંને ક્રિકેટથી જોડાયેલા છે. એટલે કોઇ શક પણ ન થયો. એક વખત તેઓ સંજનાને મળવા અજિંક્ય રહાણેની સાથે ગયા હતા અને તેને પણ આની ખબર પડી ન હતી. બુમરાહે કહ્યું કે, અમે જ્યારે મળતા હતા ત્યારે કોઇને શંકા પણ નહોતી જતી. તે ક્રિકેટમાં કામ કરે છે તો ઓળખાણ તો હોય જ ને.. હાય હેલ્લોની પણ હોય, દોસ્તી પણ હોય. અજિંક્ય જોડે ગયો ત્યારે એમ લાગ્યું હતું કે તેનો ઇન્ટરવ્યૂ માટે ગયા છે.
એક બબલમાંથી બીજા બબલમાં જઇને કર્યું પ્રપોઝ
બુમરાહે જણાવ્યું કે, તેણે સંજનાને કેવી રીતે પ્રપોઝ કર્યું. તે સમય કોવિડનો હતો. દરેક ટીમ બબલમાં હતી. સદનસીબે તે કેકેઆરમાં અને હું મુંબઇ ઇન્ડિયંસમાં હતો. બંને ટીમ અબૂધાબીમાં હતી. હું એક વીંટી લાવ્યો હતો અને એવી અપેક્ષા હતી કે ટુર્નામેન્ટ પૂરી થયા બાદ કદાચ તક મળે. મેદાન સિવાય અમારી કોઇ મુલાકાત નહોતી થતી. બબલના લીધે કેકેઆર બહાર થઇ ગઇ. ત્યારે મેં કોઇને કહ્યું કે, હું વીંટી લાવ્યો છું મને એક બબલમાંથી બીજા બબલમાં જવાની વ્યવસ્થા કરો. હું બીજા બબલમાં પહોંચી ગયો. જ્યારે સંજના આવી ત્યારે બધું મેં જ કર્યું, કેક રાખી, રૂમ સજાવી અને વીંટી લઇ આવ્યો.
બુમરાહ સજાવેલી બાલ્કનીમાં લઇ ગયો
સંજનાએ યાદ કરીને એમ કહ્યું કે, તે રૂમમાં આવી તો બાલ્કનીમાં ચાલ, હું તો એમ વિચારવા લાગી કે, હું હજુ આવી જ છું તો પહેલાં પાણી તો આપે. પણ બુમરાહ કહેતો રહ્યો કે બાલ્કનીમાં ચાલો. બાલ્કનીમાં એવું તે શું હતું કે, સંજનાને લઇ જવા માટે બુમરાહ આતુર હતો. ત્યારે કહ્યું કે, બાલ્કનીમાં એક મીણબત્તી પ્રગટાવી રાખી છે, મેં બહુ મહેનતથી તેને સજાવી છે. બે વર્ષ સુધી બંને એ ડેટિંગ કર્યા બાદ 2021માં લગ્ન કર્યા હતા. બહુ જ સાદગી સાથે ‘આનંદ કારજ’ કર્યું. તેમને એક પુત્ર અંગદ પણ છે. જે 2023માં જન્મ્યો હતો.
આ પણ વાંચો:Nothing Phone 3 આવતીકાલે થશે લોન્ચ: જાણો શાનદાર ફીચર્સ વિશે
આ પણ વાંચો:બુમરાહ પર નિર્ભર ન રહો, આ ખેલાડીને બીજી ટેસ્ટમાં રમાડો: જાણો કોણે આપી ટીમ ઈંડિયાને ખાસ સલાહ












