ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પહેલગામ આતંકી હુમલા પર આવ્યું બોલિવૂડના બાદશાહનું નિવેદન, સલમાને પણ કહ્યું કે…

  • બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાને પણ આ ઘટના પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યા છે

૨૩ એપ્રિલ, ૨૦૨૫, મુંબઈઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં Pahalgam terrorist attack થયેલા આતંકવાદી હુમલા વિશે સાંભળીને બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પણ ગુસ્સે ભરાયો છે. પહેલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓની આતંકવાદીઓએ નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. તેમના ધર્મ વિશે પૂછ્યા પછી, તેમની પર ગોળીબાર કર્યો હતો. આવી સ્થિતિમાં આખો દેશ ગુસ્સે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાને પણ આ ઘટના પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યા છે

શાહરૂખે આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સાથે લખ્યું છે કે આપણે આવી આતંકવાદી ઘટનાઓ સામે એક થવું જોઈએ અને આપણને ન્યાય મળવો જોઈએ.

શાહરૂખનું ટ્વિટ

શાહરુખે ટ્વીટ કર્યું છે કે પહેલગામમાં થયેલા વિશ્વાસઘાત અને હિંસાના અમાનવીય કૃત્ય પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે છે. આવા સમયમાં આપણે ફક્ત ઉપરવાળા તરફ જોઈને એ પરિવારો માટે પ્રાર્થના કરી શકીએ છીએ જેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હું મારા વતી ઊંડી દિલગીરી વ્યક્ત કરું છું. ચાલો આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને મજબૂત બનીએ અને આ ભયાનક ઘટના સામે ન્યાય મેળવીએ.

સલમાન ખાનની પોસ્ટ

સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ધરતી પરનું સ્વર્ગ, કાશ્મીર હવે નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે. એક પણ નિર્દોષને મારવો એ આખા બ્રહ્માંડને મારવા બરાબર છે.

આ પણ વાંચોઃ આતંકવાદનો ધર્મ હોય છે, આ નપુંસકો નિર્દોષો પર ગોળી ચલાવે છેઃ કંગનાએ ગુસ્સો ઠલવ્યો

Back to top button