
Ketan Agrawal Murder : પૂણેના બિઝનેસમેન કેતન અગ્રવાલના કથિત હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ સિયા ગોયલ સાથે સંકળાયેલી નવી અને ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. હવે સિયા ગોયલનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ડિસેમ્બર 2025નો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં સિયા ગોયલ એક પબમાં દેખાઈ રહી છે. તેના હાથમાં એક બીયરની બોટલ છે અને તે ફોન પર કોઈ સાથે જોર-જોરથી વાત કરતી દેખાઈ રહી છે.
new video of Siya is here, but her family will still claim her as sanskari pic.twitter.com/tkojpBjneX
— Alok Sharma (@ThusSpokeDharma) July 1, 2026
આ દરમ્યાન કથિત રીતે તે અપશબ્દોનો ઉપયોગ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં તેના વર્તનને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલા પણ સિયા ગોયલ સાથે જોડાયેલ વધુ એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે પોતાના ચેતન ચૌધરી સાથે મહારાષ્ટ્ર ક્રિકેટ લીગના મેચમાં દેખાઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ બંનેના સંબંધને લઈને પણ કેટલાક પ્રકારની વાતો સામે આવવા લાગી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સિયા ગોયલ અને ચેતન ચૌધરીના કેટલાક અન્ય વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ ચૂક્યા છે. આ તસ્વીરો અને વીડિયોને લઈને લોકોની વચ્ચે આ ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે કે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે, આ સમગ્ર મામલામાં અત્યાર સુધી તપાસ ચાલી રહી છે. અને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.
પોલીસ ઘટનાની તપાસમાં રોકાય
નવો વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ફરી એક વાર સિયા ગોયલનો મામલો ચર્ચામાં આવ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને ગંભીર મામલો બતાવી રહ્યા છે તો કેટલાક લોકો તપાસની રાહ જોવાની વાત કરી રહ્યા છે. હાલ તપાસ એજન્સિઓ તરફથી આ નવા વીડિયો પર કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સતત વાયરલ થઈ રહેલા વીડિયો અને તસ્વીરોના કારણે આ મામલો વધુ હેડલાઈનમાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, ISI સાથે જોડાયેલા 4 આતંકીઓ ઝડપાયા












