ટ્રેન્ડિંગમનોરંજન

સત્ય ઘટના પર આધારિત The Sabarmati Report હચમચાવી દેશે, જુઓ વિક્રાંત મૈસીની ફિલ્મનું ટીઝર

  • વિક્રાંત મૈસી હાલમાં આગામી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ (The Sabarmati Report)ને લઈને ચર્ચામાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવાયું છે. આ ઘટના એક દર્દનાક કહાનીને વર્ણવે છે

28 માર્ચ, મુંબઈઃ અભિનેતા વિક્રાંત મૈસી હાલમાં આગામી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ (The Sabarmati Report)ને લઈને ચર્ચામાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવાયું છે. આ ઘટના એક દર્દનાક કહાનીને વર્ણવે છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંતની સાથે અભિનેત્રી રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની 12th Failથી ફેન્સના દિલમાં રાજ કરનાર વિક્રાંત મૈસી હવે આગામી સમયમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ મુવીને લઈને અભિનેતાનું નામ ચર્ચાનો વિષય બન્યું છે. સત્યા ઘટનાથી પ્રેરિત ‘ધ સાબરમતી રિપોર્ટ’નુ લેટેસ્ટ ટીઝર રીલીઝ કરાયું છે. ટીઝરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફિલ્મની કહાની દુખઃદાયક અને લોકોને હચમચાવી દેનારી છે.

ગોધરાકાંડમાં મીડિયાકર્મીઓની ભૂમિકાને પણ ઉજાગર કરાશે

ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં બનેલી હ્રદયસ્પર્શી ઘટના આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. તેની રિલીઝ ડેટ 3 મે, 2024 નક્કી કરવામાં આવી છે અને નિર્માતાઓએ આખરે મોસ્ટ અવેઈટેડ ટીઝર રીલીઝ કર્યું છે, જે આ દુ:ખદ ઘટનાને સ્પષ્ટ રીતે રજૂ કરીને દર્શકો પર એક અલગ છાપ છોડવા માટે રેડી છે. નિર્માતા એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર બેનર હેઠળ બનનારી આ ફિલ્મમાં ગોધરાકાંડની સત્યતા દર્શાવવામાં મીડિયાકર્મીઓએ જે રીતે ભૂમિકા ભજવી હતી, તે સાબરમતી રિપોર્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવાશે.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંતે શેર કર્યું ટીઝર

‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર શેર કરતાં વિક્રાંત મેસીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, ‘એક ઘટના જેણે દેશને આંચકો આપ્યો. એક ઘટના જેણે ભારતના ઈતિહાસને બદલી નાંખ્યો. ‘ધ સાબરમતી રિપોર્ટ’ 3 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. વિક્રાંત મેસી આ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે, જે લોકો સામે સત્ય અને અસત્યને ઉજાગર કરવાની લડાઈ લડતો જોવા મળશે. તે ફિલ્મમાં હિન્દીનો મુદ્દો પણ ઉઠાવશે.

કહાનીને લઈને દર્શકો એક્સાઈટેડ

ટીઝર પહેલા મેકર્સે એ લોકોની યાદમાં એક વીડિયો પણ બનાવ્યો હતો જે લોકોએ ગોધરા બર્નિંગ ટ્રેન દુર્ધટનામાં જીવ ગુમાવ્યો હતો. આ એંગેજિંગ વીડિયોએ માહોલને ઈમોશનલ બનાવ્યો હતો અને દર્શકોમાં સ્ટોરીને લઈને જિજ્ઞાસા પ્રવર્તી છે. ત્યારબાદ લોકો એ જાણવા ઈચ્છતા હતા કે 27 ફેબ્રુઆરી, 2002ની સવારે ગોધરા રેલવે સ્ટેશન પાસે શું થયું હતું. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલે કર્યું છે.

આ પણ વાંચોઃ અભિનેત્રી કરીના અને કરિશ્મા કપૂરની રાજકારણમાં એન્ટ્રી! જોડાઈ શકે છે શિવસેના શિંદે જૂથમાં

Back to top button