IPL-2024ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજીસ્પોર્ટસ

ક્રિકેટમાં Ultra Edge Technology કેવી રીતે કામ કરે છે જાણો

  • અલ્ટ્રા-એજ ટેક્નોલોજીનો ક્રિકેટના દરેક ફોર્મેટમાં ઉપયોગ થાય છે
  • આ સિસ્ટમમાં સ્ટંમ્પ માઈક અને કેમેરાની મદદથી બોલ અને તેના બેટ સાથેના ટચને ટ્રેક કરાય છે
  • ઓલિડોસ્કોપમાં ટ્રેક કરેલા બોલની ફ્રિકવન્સીના વેવ્સથી નક્કી થાય છે કે બોલ બેટને અડ્યો છે કે નહી

HD ન્યૂઝ ડેસ્ક, 27 એપ્રિલ: હાલમાં IPL 2024 ચાલી રહી છે. મેચ શરૂ થતાની સાથે જ ક્રિકેટ ચાહકો ટીવીની સામે અડ્ડો જમાવીને બેસી જાય છે. મેચ દરમિયાન ઘણી વખતે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે મેચ દરમિયાન અલ્ટ્રા એજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી બેટ, પેડ અને કપડા દ્વારા સર્જાતા અવાજો શોધવા માટે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નો એક ભાગ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ટેક્નોલોજી વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. ચાલો તેના વિશે જાણીએ.

વાસ્તવમાં, અલ્ટ્રા-એજ ટેક્નોલોજી એવી સિસ્ટમ છે જેનાથી ખ્યાલ આવે છે કે બેટ્સમેનના બેટને બોલ અડ્યો છે કે નહી. આ સ્નિકોમીટરનું એડવાન્સ વર્ઝન છે. તેનો ઉપયોગ એજ ડિટેક્શન માટે થાય છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ અને વેરિફિકેશન પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેના ઉપયોગને મંજૂરી આપી હતી. હાલમાં તેનો ઉપયોગ ક્રિકેટના દરેક ફોર્મેટમાં થઈ રહ્યો છે.

આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે

 બેટની પાછળ સ્ટમ્પમાં માઈકની સિસ્ટમ ફિટ થયેલી હોય છે. જ્યારે મેદાનની ચારે બાજુ કેમેરા લગાવેલા હોય છે. આ કેમેરા બોલ અને તેનાથી થતા અવાજ પર નઝર રાખે છે.  બેટ સાથે અથડાયા પછી બોલ ખાસ અવાજ કરે છે, જે સ્ટમ્પ માઈક દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. આ પછી તે અવાજને ટ્રેકિંગ સ્ક્રીન પર ડીટેક્ટ કરવામાં આવે છે. આવા કિસ્સામાં, જો બોલ બેટને હળવાશથી પણ અડી જાય છે, તો તે પણ જાણી શકાય છે અને આઉટ આપવા અથવા ન આપવાનો નિર્ણય લેવામાં આવે છે.

સ્ટમ્પ માં  ફિટ કરેલા માઈક કેવી રીતે કામ કરે છે?

 સ્ટમ્પમાં માઈક ફ્રિક્વન્સી લેવલના આધારે બેટ, પેડ અને બોડીમાંથી આવતા અવાજ વચ્ચે તફાવત કરે છે. જેમ જેમ બોલ બેટ અથવા તેની આસપાસ અથડાતો હોય તેમ તેમ , બેટ્સમેનની બંને બાજુના કેમેરા ફિલ્ડના સામેના છેડે ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરવા બોલને ટ્રેક કરે છે.  આ પછી સાઉન્ડ માઈક્રોફોન બોલની સ્પીડના આધારે અવાજને પિક કરીને રેકોર્ડ કરે છે અને તેને ઓસિલોસ્કોપમાં મોકલે છે. આ ઓસિલોસ્કોપ તરંગોમાં અવાજની ફ્રિકવન્સીનું  સ્તર બતાવે  છે. ત્યાર પછી કેમેરા અને સ્ટંપમાઈક અને કેમેરાના કોમ્બિનેશનથી નક્કી કરવામાં આવે છે  કે બોલ બેટને અડ્યો છે કે નહીં.

આ પણ વાંચો: યુવરાજ સિંહને ICCએ T20 વર્લ્ડ કપમાં સોંપી મહત્ત્વની જવાબદારી

Back to top button