ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા રોટરી ક્લબ ડિવાઈનના નવા વર્ષના હોદેદારોની યોજાઈ પદગ્રહણ વિધિ

પાલનપુર: ડીસા ખાતે રોટરી ક્લબ ડિવાઈન દ્વારા વર્ષ 23-24નો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં રોટે. ગિરિજાબેન અગ્રવાલે પ્રમુખ તરીકે શપથ લીધા હતા. અને રોટે. ડૉ. વર્ષાબેન પટેલે સેક્રેટરી તરીકે શપથ લીધા બાદ બોર્ડના દરેક સભ્યોને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

શપથગ્રહણ સમારોહ-humdekhengenews

આ શપથ ઈનસ્ટોલેશન ઓફિસર રોટે.મોહનભાઇ પરાશર દ્વારા લેવડાવવામાં આવ્ય હતા.. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ઘારાસભ્ય પ્રવિણભાઈ માળી હાજર રહયા હતા. આસિસ્ટન્ટ ગવર્નર રોટે.મનોજ જોષી દ્વારા નવા રોટેરિયન મેમ્બર્સ ની શપથ વિધિ કરવામાં આવી હતી. તમામ વક્તાઓએ રોટરી અને સમાજ સેવા વિશે વાત કરી હતી અને માત્ર મહિલા સભ્યોની આ સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી. ડો.બિનલબેન ને ગીરીજાબેન અને હીનલબેનને વર્ષાબેન્ કોલક પહેરાવીને સન્માનિત કર્યા હતા.

શપથગ્રહણ સમારોહ-humdekhengenews

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જીગીષાબેન અને ડો. અવનીબેન દ્વારા કરવામાં આવ્યુ હતું. નવી ટીમને ઉપસ્થિત તમામ નગરજનો, પ્રમુખ, સેક્રેટરી સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ ગિરિજાબેન અગ્રવાલને તેમના પરિવારે તથા વડીલોને શુભેચ્છાઓ આપી હતી. , પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર અને રોટરી ડિવાઇન ડીસા ક્લબના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ડો. રીટાબેન પટેલે સાથે રહી “સહેલી બુલેટિન” નું વિમોચન કર્યું હતું. આ ક્લબના ક્લબ એડવાઈઝર રોટે.ડૉ. હિરેનભાઈ પટેલ ,રોટે. પ્રવીણભાઈ વ્યાસ અને રોટે. કેયુરભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. દરેક મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા.દરેક રોટેરીયન બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button