ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડવિશેષ

બલોચ નેતાએ ટ્રમ્પને રોકડુ પરખાવ્યું, પાકિસ્તાનમાં ક્રૂડના કોઇ ભંડાર નથી, બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાકિસ્તાનના નથી

ક્વેટાઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઝટકો આપવાની લ્હાયમાં પાકિસ્તાનમાં ઓઈલ ભંડારો હોવાનો દાવો કરીને આ ઓઈલ ભંડારો વિકસાવવા માટે પાકિસ્તાનને મદદ કરવાનું કહ્યુછે. હવે પરિસ્થિતિએ એવો આકાર લીધો છે કે બલુચિસ્તાન અમેરિકા અને પાકિસ્તાનના ઓઈલ કરારોથી ભડક્યુ છે.    ઉશ્કેરાયેલા બલોચ નેતાઓએ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ ઓઈલ ભંડારો પાકિસ્તાનના પંજાબ નહીં પરંતુ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનમાં આવેલા છે. સ્થાનિક જનતાની મંજૂરી વિના તમે અહીં કામ નહીં કરી શકો.

તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે તમોને ગેરમાર્ગે દોર્યા છે. આ ક્ષેત્રના તમામ પ્રાકૃતિક સંસાધનો પાકિસ્તાનનાં નથી, પરંતુ એક સ્વતંત્ર રાષ્ટ્ર બલુચિસ્તાનનાં છે. જોકે, આ વિસ્તાર પર પાકિસ્તાને 1948થી ગેરકાયદે રીતે કબજો કરેલો છે.

આ સાથે બલોચ નેતા મીર યારે કહ્યું કે આ ક્ષેત્ર વેચાઉ નથી. તેનાં સંસાધનોના ઉપયોગનો કોઈ અન્ય દેશ, ચીન કે ખુદ પાકિસ્તાનને પણ કોઈ અધિકાર નથી. કોઈ પણ સ્થિતિમાં અમે તેનું ઉપયોગ કરવાનું સ્વીકારી શકીએ નહીં. પાકિસ્તાનની સેના અને તેની જાસૂસી સંસ્થા ISI આતંકી સંગઠનોના સંરક્ષક છે. તેઓ બલૂચિસ્તાનની ખનિજ સંપત્તિનો ઉપયોગ સ્થાનિક જનતાના લાભ માટે નહીં પરંતુ દુનિયામાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરશે, જે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે.

સોશ્યલ મીડીયા પર ટ્રમ્પને લખેલા એક ખુલ્લા પત્રમાં મીર યારે આસીમ મુનીરને પણ નિશાન ઉપર લીધા હતા. તેમણે ટ્રમ્પને સંબોધિત કરેલા પત્રમાં લખ્યું હતું કે આ ક્ષેત્રમાં વિશાળ ક્રૂડ ઓઈલ ભંડારો અને ખનિજ ભંડારો અંગે આપને (ટ્રમ્પને) ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. હું આપને અને આપનાં વહીવટી તંત્રને જણાવવા માગું છું કે પાકિસ્તાનનાં સૈન્યના અધિકારીઓ અને જનરલ આસીમ મુનીરે આપને અહીંની ભૂગોળ વિષે જે માહિતી આપી છે, તે પૂરેપૂરી ખોટી છે. આપને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.

મીર યારે પાકિસ્તાનનાં સૈન્યને આડે હાથે લેતાં લખ્યું કે આ ક્ષેત્ર પાકિસ્તાનની મૂળ જમીન એટલે કે પંજાબમાં નથી, પરંતુ બલુચિસ્તાન ગણરાજ્યનો ભાગ છે. આ વિસ્તારમાં ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, ત્રાંબું, લિથિયમ અને યુરેનિયમ જેવાં દુર્લભ ખનીજોનો ભંડાર છે, પરંતુ તે પંજાબનો નહી, બલુચિસ્તાનનાં છે. જે ઐતિહાસિક રીતે પણ એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર છે. જેના ઉપર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. આ ખનીજ સંશાધનો પાકિસ્તાનનાં છે, તે દાવો જ ખોટો છે.

બલોચ નેતાએ ઉમેર્યું કે, પાકિસ્તાન રાજકીય અને આર્થિક લાભ માટે આવો દાવો કરે છે. પરંતુ સ્થાનિક લોકોની મંજૂરી વિના આ સંશાધનોના વપરાશની મંજૂરી કોઈને નહીં મળે. આ પત્ર એવા સમયે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ ભારત ઉપર દબાણ કરવાની રાજ રમત ખેલતાં પાકિસ્તાન સાથે ક્રૂડની શોધખોળ અંગે વ્યાપારી સોદો કર્યો છે.

આ પણ વાંચોઃ ઝકરબર્ગે આ યુવાનને કરી રૂ. 25 કરોડની ઓફર!

Back to top button