ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ઝકરબર્ગે આ યુવાનને કરી રૂ. 25 કરોડની ઓફર!

ન્યુયોર્ક, 4 ઓગસ્ટ, 2025: દુનિયાની અનેક કંપનીઓને હવે AIનું ભારે ઘેલું લાગ્યુ છે. તેઓ જેમ બને તેમ આવી પ્રતિભાઓને પોતાની કંપનીઓમાં સમાવવા માટે સ્પર્ધા કરી રહી છે. તેમાં ફેસબુકના સ્થાપક ઝકરબર્ગ પણ પાછળ નથી. માર્ક ઝકરબર્ગની મેટાએ 24 વર્ષના AI નિષ્ણાત મેટ ડાઇક (Matt Deitke)ને અધધધ કહી શકાય તેવું 25 કરોડ ડોલરનું પેકેજ ઓફર કર્યું છે. આ સાથે જોકે ઝકરબર્ગની આ ઓફરે AI આધારિત ભવિષ્યમાં આર્થિક અસમાનતા અંગે પણ સવાલો ઊભા કર્યા છે.

નોંધીય છે કે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થી મેટ ડાઈકને ચાર વર્ષ પહેલાં મેટાએ અંદાજે 12.5 કરોડ ડોલર ઓફર કર્યા હતા. પરંતુ ડાઈકે આ ઓફર ફગાવી દીધી હતી. પરિણામે AI સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા માગતા માર્ક ઝકરબર્ગ પોતે મેદાનમાં આવ્યા હતા.

આ વખતે માર્ક ઝકરબર્ગે જાતે AI સંશોધક મેટ ડાઈકને મળીને તેમની ઓફર બમણી કરીને 25 કરોડ ડોલર ઓફર કર્યા છે, જેમાં 10 કરોડ ડોલર પહેલા જ વર્ષમાં ચૂકવવાનું જણાવ્યું હતું. ઝકરબર્ગની આ ઓફર AI રિસર્ચર મેટ ડાઈક નકારી શક્યો નહીં. આ સાથે મેટ ડાઈકે કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ પેકેજ મેળવ્યું હોવાનું મનાય છે.

કોણ છે મેટ ડાઇક

મેટ ડાઇક પ્રોફેશનલ AI સંશોધક છે. તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડૉક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હતો. ત્યાર પછી ડાઇકે સીએટલમાં એલન ઈન્સ્ટિટયૂટ ફોર AIમાં કામ કર્યું. ત્યાં તેણે મોલ્મો નામનું એક AI ચેટબોટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચેટબોટ ઈમેજ, વોઈસ અને ટેક્સ્ટને ડીકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિઝનને અનુરૂપ છે.

આ સિવાય ડાઇકે 3ડી ડેટાસેટ અને એમ્બોડાઈડ AI પર કામ કર્યું. તેના માટે ડાઈકને નેઉરઆઈપીએસ 2022માં આઉટસ્ટેન્ડિંગ પેપર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ AI રિસર્ચ કોમ્યુનિટીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. 10,000થી વધુ રિસર્ચ પેપર્સમાંથી કેટલાક પસંદગીના પેપર્સને જ આ એવોર્ડ અપાય છે.

2023માં મેટા ડાઇકે સ્ટાર્ટઅપ વર્સેપ્ટ શરૂ કર્યું હતું

મેટ ડાઈકે નવેમ્બર 2023માં પોતાનું સ્ટાર્ટઅપ વર્સેપ્ટ શરૂ કર્યું હતું. ડાઈકનું સ્ટાર્ટઅપ એવા AI એજન્ટ્સ પર કામ કરે છે, જે ઈન્ટરનેટ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપમેળે કામ કરી શકે છે. ડાઈકના સ્ટાર્ટઅપમાં 10 કર્મચારી છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારામાં ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોએ 1.65 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. મેટ ડાઈકની ભરતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સ્પર્ધા માટે મેટાની આક્રમક્તા દર્શાવે છે. મેટાએ તેની સુપર ઈન્ટેલિજન્સ લેબ ટીમમાં AI ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે એપલની AI મોડેલ્સ ટીમના ભૂતપૂર્વ વડા રોમિંગ પેંગને અંદાજે 20 કરોડ ડોલર સહિત AI સંશોધકોને કુલ 100 કરોડ ડોલરથી વધુની રકમ ચૂકવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

માર્ક ઝકરબર્ગે કંપનીના અર્નિંગ્સ કોલ પર રોકાણકારોને જણાવ્યું હતું કે, અમે અસાધારણ પ્રતિભાશાળી ટીમ ઊભી કરી રહ્યા છીએ. આપણે અનેક ગીગાવોટ ક્લસ્ટર્સ બનાવવા કમ્પ્યુટિંગ પર સેંકડો અબજ ડોલરનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. આ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ 50 કે 70 સંશોધકોને એકત્ર કરવા માટે જે જરૂરી હોય તે કરવું પડશે.

આ પણ વાંચોઃ 4 ઓગસ્ટ, 2025: સિંહ રાશિની સુખ-સુવિધાઓમાં વધારો થશે

Back to top button