ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બગદાણા વિવાદમાં સુરતની મહિલાની એન્ટ્રી, જાણો કોણ છે આ મહિલા જેણે લગાવ્યો છે ગંભીર આરોપ

બગદાણા વિવાદ, 03 જાન્યુઆરી 2026: ભાવનગરના બગદાણામાં સરપંચ નવનીતને માર મારવાનો મામલો એક તરફ રાજકીય રંગ પકડી રહ્યો છે. ત્યાં નવનીત બાલદીયાને મારવાના પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. સુરતની એક મહિલાએ નવનીત બાલધીયા ઉપર આક્ષેપો કરતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે, તેના મામા અને માતાની જમીન બેડા ગામમાં છે. તેની જમીનમાંથી કરોડો રૂપિયાની ખનિજ ચોરી નવનીત બાલધીયા દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો છે.

આ સાથે જ રાત્રિના સમયમાં ટ્રેક્ટર અને JCB દ્વારા માટીની ચોરી કરતા હતા તેવો આક્ષેપ નવનીત પર લગાવ્યો છે. યુવતીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી આ મામલો દબાયેલો હતો. સાથે જ મહિલા પાયલ વઘાસિયાને ધમકી આપવામાં આવતી હતી તેવો આરોપ પણ તેણે કહ્યો.

બગદાણા ચકચારી મારામારી નવનીત બાલધીયાને માર મારવાના આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી. જેના બાદ મહુવા ફાસ્ટ્રેક કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી આરોપીઓના મોબાઈલની રિકવરી કરવાની રજૂઆત કરી હતી. કોર્ટ માન્યતા રાખી ચાર આરોપીની બે દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને બીજા 4 આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીઓ વિરુદ્ધ કડક હાથે તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ આરોપીઓના મોબાઇલ ફોનની કોલની વિગતો સહિત વિવિધ કડક તપાસ હાથ ધરવામાં આવશે.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમને માર મારતો વીડિયો આરોપીઓએ જયરાજ આહીરના કહેવાથી ઉતાર્યો હોય અને તેને દેખાડવા માટે હોય તેવું નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે ચારે આરોપીઓની મોબાઈલની રિકવરી માટે ડિમાન્ડ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકી જ્યારે આરોપીઓની બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તેમજ અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ભાવનગરના બગદાણામાં સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાનો મામલો વધુ ગરમાયો છે. એક તરફ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. આ વીડિયોમાં હુમલો કરનારા આરોપીઓ માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે જોવા મળી રહ્યા રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો હુમલો થયો તે પહેલાનો છે.

આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનાર ચડવા જતાં કાકાને થાક લાગ્યો, પગથિયા પરથી પડી જતાં ખીણમાં ખાબક્યા

Back to top button