ટ્રેન્ડિંગમનોરંજન

ઇતિહાસ રચવા માટે તૈયાર છે અરિજિત સિંહ : લંડન સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે

મુંબઈ. 29 મે ૨૦૨૫: ભારતીય સંગીત ઉદ્યોગના સુપરસ્ટાર અરિજિત સિંહ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પોતાના સુરીલા અવાજ માટે વિશ્વભરમાં જાણીતા, અરિજિત હવે બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આ લાઈવ મ્યુઝિક ઇવેન્ટ 5 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે અને ત્યારબાદ અરિજિત આ સ્ટેજ પર પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય સિંગર  બનશે.

આ કાર્યક્રમ અરિજિતનો આ વર્ષનો પહેલો યુરોપિયન કાર્યક્રમ હશે, જે હવે સૌથી વધુ રાહ જોવાતી સંગીત કાર્યક્રમ બની ગયો છે. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકોમાં આનંદની  લહેર ફેલાઈ ગઈ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંગરના લંડનના આ કોન્સર્ટ માટે 6 જૂન 2025 ના બપોર પછીથી બુકિંગ શરુ થવાનું છે.

‘હું એક સામાન્ય માણસ છું

આ કોન્સર્ટ પર મીડિયા સાથે વાત કરતા ગાયકે કહ્યું- ‘હું એક સામાન્ય માણસ છું જે ગીતો ગાય છે, હું આ તક માટે ખૂબ જ નમ્ર અનુભવું છું કે હું ફરી એકવાર લંડનમાં મારા ગીતો રજૂ કરીશ, જો આનો અર્થ ઇતિહાસ રચવાનો છે તો હું તેના માટે આભારી છું.’ આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અરિજિતના ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લંડન અને યુરોપમાં ભારતીય દર્શકો આ ઐતિહાસિક સંગીત કોન્સર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO: તોફાની પવનના કારણે નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાનો શેડ ઉડી ગયો, અનેક ગાડીઓના કાચ તોડ્યા

Back to top button