ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 12 મેડિકલ સ્ટુડન્ટ્સની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત

  • બી. જે. મેડિકલ કોલેજના એમબીબીએસના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા
  • કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરવામાં આવી
  • વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બી. જે. મેડિકલ કોલેજના એમબીબીએસના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ઘાયલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવા માટે ગુજરાત યુનિ.ને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે યુનિ. દ્વારા એમબીબીએસના 10 અને ફિઝિયોથેરાપીના 1 તેમજ 1 રેસિડેન્ટ ડૉક્ટર સહિત 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે.

કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરવામાં આવી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી. જે. મેડિકલ કૉલેજના ડીનને લખવામાં આવેલા પત્ર મુજબ સરકારના સૂચન અને જુનિયર ડોક્ટર એસો.ની રજૂઆતને ધ્યાને લઈને લઈને પ્લેન ક્રેશની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે યુનિ.ની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે આવશે. કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે.

વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું

આ 12 વિદ્યાર્થીઓમાં બી. જે કોલેજના એમબીબીએસ પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના 8 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત એક વિદ્યાર્થી ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષનો છે. બી. જે. મેડિકલ કૉલેજ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના જે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તેઓની શૈક્ષણિક ફી પરત કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે અને ફી પરત કરાશે. જ્યારે સરકારી કોલેજ હોવાથી સરકાર દ્વારા લેવાતી વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button