ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અજિત પવાર પહોંચ્યા શરદ પવારના ઘરે, NCPમાં બળવા પછી પહેલી મુલાકાત

Text To Speech

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવારે કાકા શરદ પવારની પત્ની અને કાકી પ્રતિભા પવારની તબિયત જોવા ગયા છે. પ્રતિભા પવારની તબિયત ખરાબ છે. શુક્રવારે જ તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અજિત પવારે તાજેતરમાં તેમના કાકા શરદ પવારની પાર્ટી NCPમાં ઘણા ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા.

આ સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે. આજે ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. બળવા પછી આ પહેલીવાર અજિત પવાર અને શરદ પવાર મળ્યા છે.

સુપ્રિયા સુલેનું ઈમોશનલ ટ્વિટ

સુપ્રિયા સુલે પણ માતા પ્રતિભા પવાર સાથે હોસ્પિટલમાં હાજર હતી. આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે અમે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા ત્યારે બાબા (શરદ પવાર)એ આયના ઘરમાં સુંદર ફૂલોની સજાવટ કરી હતી. તેમણે તેની સાથે તેની તસવીર પણ શેર કરી છે.

Back to top button