અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એર ઈન્ડિયા દુર્ઘટનાઃ બ્લેક બોક્સની તપાસમાં સફળતા મળી, ડેટા ડાઉનલોડ કરાયો

અમદાવાદ, 26 જૂન, 2025 – Air India crash Black box એર ઈન્ડિયાની દુર્ઘટના કેવી રીતે થઈ હતી તે જાણી શકવાની સંભાવના ઊભી થઈ છે. મેઘાણીનગમાં દુર્ઘટના સ્થળેથી મળી આવેલા બ્લેકબોક્સમાંથી ડેટા મેળવવામાં તપાસ એજન્સીઓને સફળતા મળી છે અને હવે ટૂંક સમયમાં કારણ જાણવા મળી શકે છે.

અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક નજીક ગત 12 જૂનના રોજ થયેલી એર ઇન્ડિયા વિમાનની દુર્ઘટના બાદ તપાસ કર્મચારીઓને વિમાનનો બ્લેક બોક્સ મળ્યો હતો. તેની તપાસ લગાતાર ચાલી રહી છે અને દુર્ઘટના સાથે જોડાયેલી માહિતી સામે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મળતા અહેવાલ મુજબ બ્લેક બોક્સની તપાસમાં પ્રગતિ થઈ છે. ફ્રન્ટ બ્લેક બોક્સથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM)ને 24 જૂનના રોજ સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યો હતો અને 25 જૂનના રોજ મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક ઍક્સેસ કરવામાં આવ્યો અને તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરાયો છે. હાલ CVR અને FDR ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આ પ્રયાસોનો ઉદ્દેશ્ય દુર્ઘટનાના કારણનો શોધ કરવો અને વિમાનની સુરક્ષા વધારવા તેમજ ભવિષ્યમાં ઘટનાઓને અટકાવવા માટે યોગદાન આપતા પરિબળોની ઓળખ કરવાનો છે.

આ પણ વાંચોઃ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ભારતના યુવાનોના મૃત્યુ પાછળનાં કારણોનાં ચોંકાવનારાં તારણોઃ જાણો આપઘાત કયા નંબરે!

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર પહેલાં જ ધોરણ ૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોનું વિતરણ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button