ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ

અમદાવાદ, 26 જૂન, 2025 – Umesh Makwana suspended from Aam Aadmi Party આમ આદમી પાર્ટીના ગુજરાત એકમમાં ભારે ગરબડ ચાલી રહી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપવાની જાહેરાત કરી હતી અને તેના થોડા જ કલાકમાં ઈસુદાન ગઢવીએ મકવાણાને આપમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે.

આ અગાઉ, બપોરે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને પોતાને પક્ષના અમુક હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર પક્ષ પ્રમુખને લખ્યો હતો. જે એક રીતે રાજીનામાં સમાન હતો. તેમણે જોકે ધારાસભ્યપદેથી રાજીનામાં આપ્યું નહોતું.

વાંચો અહીં – બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો યુ-ટર્ન? કહ્યું, હાલ પક્ષ છોડવાની વાતો…

ઉમેશ મકવાણા પ્રકરણથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીમાં બધું બરાબર નથી. એક તરફ પક્ષને હજુ બે દિવસ પહેલાં જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત મળી હતી અને આજે બોટાદના ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, મકવાણા છેલ્લા ઘણા સમયથી પક્ષની નીતિ-રીતિથી નારાજ હતા. તેમણે પક્ષના કાર્યક્રમોમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. વિસાવદર બેઠકની ચૂંટણી માટેના પ્રચારમાં પણ તેઓ જોડાયા નહોતા.

દરમિયાન, મળતા અહેવાલ મુજબ, ઉમેશ મકવાણાએ વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે, પોતે કોળી સમાજના છે તેથી તેમની સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવો વ્યવહાર થઈ રહ્યો છે અને હવે કોળી સમાજ જ AAPને યોગ્ય જવાબ આપશે.

ઈસુદાન

અગાઉ મકવાણાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી અને વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપતાં આમ આદમી પાર્ટી દ્વારા જાતિવાદી રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા મુજબ આમ આદમી પાર્ટીમાં સમાજના મુદ્દા ઉઠાવવામાં આવે છે. પાર્ટીમાં સવર્ણ સમાજને પ્રાધાન્ય અપાય છે. ચૂંટણી આવે ત્યારે OBC મતનો ઉપયોગ થાય છે. ભાજપ અને કોંગ્રેસ પણ OBCમાંથી મુખ્યમંત્રી બનાવી શકી નથી. જે હેતુથી હું AAPમાં જોડાયો એમાં ક્ષતિ લાગે છે.

મકવાણાના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ઈસુદાન ગઢવીએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું. ઉમેશ મકવાણાએ પક્ષમાં જાતિવાદી રાજનીતિના આક્ષેપ કર્યા હતા. પક્ષ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, મને સસ્પેન્ડ કર્યો તે બદલ કોળી સમાજ જવાબ આપશે. મારા રાજકીય હરીફો મારી પાર્ટીમાં છે. મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઉતાવળીયો છે. સસ્પેન્શનનો નિર્ણય પ્રદેશ નેતાઓ ન કરી શકે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. ભાજપ કે કોંગ્રેસને સમર્થન પણ નહીં આપું.

શું કહ્યું ઈસુદાન ગઢવીએ? જુઓ વીડિયો

આ પણ વાંચોઃ ભારતના યુવાનોના મૃત્યુ પાછળનાં કારણોનાં ચોંકાવનારાં તારણોઃ જાણો આપઘાત કયા નંબરે!

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર પહેલાં જ ધોરણ ૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોનું વિતરણ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button