અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: ST ટિકિટ ભાવ, ટોલટેક્સ, બેન્ક સર્વિસમાં 5થી લઈને 40 રૂપિયાનો વધારો ઝીંકાતા કેવી થશે અસર? જાણો વિપક્ષની પ્રતિક્રિયા

1 એપ્રિલ 2025 અમદાવાદ: રાજ્યભરમાં GSRTC ગુજરાત સર્વિસ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, રાજ્યભરની બેંક સર્વિસ, તેમજ ટોલટેક્સમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યાંરે વધતી જતી મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમ અને ગરીબ પરિવારોને થઈ રહી છે. જેના કારણે બેરોજગારીના અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ સરકારની દલીલ છે કે મોંઘવારી સાથે આવકના સોર્સ પણ વધ્યા છે. ત્યારે રાજ્યના વિરોધ પક્ષો તથા લોકો મોંઘવારી પાછી ખેંચવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે.

ટોલટેક્સ ઉઘરાવવામાં ગુજરાત નંબર 3 પર
હાલમાં જીએસઆરટીસી, ટોલટેક્સ અને બેંક સર્વિસમાં 5 રૂપિયાથી 40 રૂપિયાનો વધારો કરાતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે બેફામ પણે ટોલ વસુલવામાં આવી રહ્યો છે જેમાં રોક લાગવી જરૂરી છે. નહીંતર કરોડો જનતાને આ મોંઘવારીનો માર સહન કરવો પડશે. ગુજરાત સમગ્ર દેશમાં ટોલટેક્સ ઉઘરાવવામાં 3 નંબર પર છે. રાજ્યભરમાં છેલ્લા 5 વર્ષમાં 18 કરોડ 75 લાખ 17 હજારનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. આ પહેલા 2023માં વધારો ઝીકવામાં આવ્યો હતો. હવે 2025માં ફરી વાર એક વાર ટોલટેક્સમાં વધારો ઝીંકાયો છે.

વધારો પરત ખેંચવામાં આવે તેવી લોકોની લાગણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર્થિક અસમાનતા દેશમાં વધતી જાય છે. પૈસાદાર વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ થઇ રહયા છે. આ વધતી જતી મોંઘવારીના લીધે લોકો આત્મહત્યાઓ કરી રહયા છે. તેથી આ તમામ સર્વિસોમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવે તેવી લોકોની લાગણી અને અમારી માંગણી છે.

Back to top button