અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: બકરી ઈદનાં નામે મૂંગા પશુઓ પર ક્રૂરતા અને કતલ પર રોક લગાવવા VHPએ કરી માંગ; જાણો શું કહ્યું!

4 જૂન 2025 અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેનાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે ખાસ કરીને 7 જૂને આવતા બકરી ઇદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા મૂંગા પશુઓની કુરબાની મામલે મૂંગા પશુઓની ક્રૂરતા અને કતલ પર રોક લગાવવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પત્ર લખીને જાણ તેમજ માંગ કરવામાં આવી છે. ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કારેલા દ્વારા નિર્ણય લેવાતા તમામ રાજ્યોના રાજ્યપાલને શહેર વિશ્વ હિન્દુ સંગઠનો દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્ય ક્ષેત્રિય મંત્રી અશ્વિનભાઈ પટેલે કરી શું માગ કરી સમજીએ.

15 વર્ષથી નાની ઉમરનાં પશુઓનાં કતલ ન થવા જોઈએ
VHP ક્ષેત્રિય મંત્રી અશ્વિનભાઈ પટેલે પત્રકારો સમક્ષ માંગણી કરતા જણાવ્યુ હતું કે બકરી ઈદનાં નામે મૂંગા પશુઓ પર ક્રૂરતા મુજબ વર્ષો વરસથી વર્તન કરવામાં આવે છે. બંધારણીય એક્ટ મુજબ 15 વર્ષથી નાની ઉમરનાં પશુઓનાં કતલ ન થવા જોઈએ તેમજ પશુઓને જાહેરમા કતલ કરી શકાતા નથી. વધુમાં પશુ બીમાર હોય તેવી અવસ્થામાં પણ કોઈ પણ પ્રકારે ક્રૂરતા ન કરી શકાય, સાથે અમુક મર્યાદા કરતાં વધુ પશુઓ સામાન્ય રીતે ખાનગી વાહનોમાં લઈ જવામાં આવે છે જે અવાર નવાર સામે આવતું હોય છે. આ બધી ઘટનાંઓ પર રોક લાગવી જોઈએ જે સરકારી નિયમ વિરુદ્ધની ઘટનાઓ છે.

પશુ કતલ કરતી વખતે પાણીનો ખૂબ જ બગાડ થાય છે
VHP મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે હોળીનાં તહેવાર પર અવાર નવાર પાણીનાં બગાડનો મુદ્દો અવાર નવાર ઉઠાવવામાં આવે છે. પાણીનો બગાડ હોળીનાં તહેવાર નિમિતે અટકાવો જોઈએ તેવી માંગ અમુક સમાજસુધારકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે અમારી માંગ છે કે પશુ કતલ થતી વખતે પણ ખુબ મોટી સંખ્યામાં પાણીનો બગાડ થાય છે તો તેના પર પણ રોક લાગવી જોઈએ અને પાણીનો બગાડ અટકાવો જોઈએ. જેવા પ્રકારની માંગ તમામ રાજ્યોના રાજ્યપાલને કરવામાં આવી છે.

Back to top button