ટ્રેન્ડિંગનેશનલ

VIDEO: શખ્સે હવા ખાવા બસમાંથી માથું નીકાળ્યું, પછી જે બન્યું એ જોઈને હેરાન થઈ જશો

Text To Speech

હૈદરાબાદ, 27 જાન્યુઆરી: બસ, ટ્રેન કે ફ્લાઇટ હોય, લોકો મુસાફરી કરતી વખતે ઘણીવાર વિન્ડો સીટ લેવાનું પસંદ કરે છે. વિન્ડો સીટ પર બેસીને મુસાફરી કરવાની એક અલગ જ મજા છે. પરંતુ આ મજા ક્યારે ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસની વિન્ડો સીટ પર બેઠેલા એક મુસાફર સાથે આવું જ બન્યું જે તમે વિચારી પણ નહીં શકો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસની વિન્ડો સીટ પર બેઠેલા એક મુસાફર સાથે આવું જ કંઈક થયું છે.

વાયરલ થઈ રહેલો વીડિયો આંધ્રપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસનો છે. જેમાં એક મુસાફરનું માથું બારીમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું. સુંદર રાવ નામનો પ્રવાસી સંતાબોમલ્લીનો રહેવાસી છે. સુંદર રાવ મુસાફરી દરમિયાન બસમાં તાજી હવા લેવા માટે તેણે બસની બારીમાંથી માથું બહાર નીકાળ્યું હતું. તેણે બારીમાંથી પાછું માથું અંદર લેવાની કોશિશ કરી તો તે કંઈ ના કરી શક્યો. કારણ કે તેનું માથું બસની બારીમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું. બસમાં હાજર બાકીના લોકોએ પણ તેને મદદ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ ડ્રાઈવરે શ્રીકાકુલમના ટેક્કાલી સ્ટેન્ડ પર બસ રોકી, જ્યાં સ્થાનિક લોકો પણ સુંદર રાવની મદદ માટે આગળ આવ્યા. ઘણી જહેમત બાદ જ્યારે એક વ્યક્તિએ સુંદર રાવનું માથું અંદરની તરફ ખેંચ્યું તો તે સુરક્ષિત રીતે તેનું માથું બારીમાંથી કાઢવામાં સફળ રહ્યો. આ દરમિયાન ત્યાં હાજર લોકો આ જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સુંદર રાવનું માથું બારીમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. લોકો બસની બહાર અને અંદર બંને જગ્યાએથી બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: VIDEO: ઇમેન્યુઅલ મેક્રોન નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા, કવ્વાલીની ધૂન પર ઝૂમી ઉઠ્યા

Back to top button