અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને માથામાં ગોળી માર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હતો.

યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 108ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

પ્રાપ્ત જાણકારી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ઝઘડો વધતા યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: નાગપુરમાં ટીમ ઈંડિયાએ સપાટો બોલાવ્યો, ન્યૂઝીલેન્ડને 48 રને હરાવી દીધું, કેટલાય રેકોર્ડ તૂટ્યા

Back to top button