અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અમદાવાદ: જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીના દ્વારા ક્યૂરેટ કરાયેલ આર્ટ વર્ક્સ “મનમીત”નું એક્ઝિબિશન યોજાયું

4 મે 2025 અમદાવાદ:  અમદાવાદ હવે કલાપ્રેમીઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. દેશના પ્રખ્યાત આર્ટિસ્ટ્સ તો અમદાવાદમાં પોતાના આર્ટવર્ક્સ પ્રસ્તુત કરતાં છે, પરંતુ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે પસંદગીનું શહેર બન્યું છે. અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે 5મી મેથી 16મી મે સુધી ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીનાનાં આર્ટવર્ક્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્ટોરિયા લાપશીના પોતાના ક્યુરેટોરિયલ ડેબ્યૂ સાથે પોતાના આર્ટ્સ એન આર્ટિસ્ટિક સેરેનેડ વિથ લાઈટ ઓફ લવ “મનમીત”માં પ્રદર્શિત કર્યું છે. આ એક્ઝિબિશન કલાની દુનિયામાં એક નવી અને હ્રદયસ્પર્શી જર્ની રજૂ કરે છે.

 

આશરે 27 જેટલી પેઈન્ટિંગ્સ એક્ઝિબિટ કરાઈ
આ એક્ઝિબિશનનું પ્રિવ્યુ 4થી મેના રોજ યોજાયુ હતું. આ એક્ઝિબિશનમાં આશરે 27 જેટલી પેઈન્ટિંગ્સ એક્ઝિબિટ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આમાંથી મોટા ભાગની પેઈન્ટિંગ્સ નિયોન કલર્સથી કરાઈ છે, જે અમદાવાદમાં ભાગ્યે જ જોવા મળે છે. 5મી મેથી 16મી મે દરમિયાન કલાપ્રેમીઓ સવારે 11 કલાકેથી સાંજના 7 કલાક સુધી એક્ઝિબિશનમાં જઈ શકશે.

રચનાઓ જોનારને પ્રથમ નજરમાં જ ગમી જાય તેવી છે.
વિશિષ્ટ રંગો, આકૃતિઓ અને આંતરિક લાગણીઓથી ભરપૂર આ કૃતિઓ કલાપ્રેમીઓને માત્ર નિહાળવા માટે જ નહિ પરંતુ અનુભવવા માટે પણ આમંત્રિત કરે છે. વિક્ટોરિયા લાપશીનાની આ રચનાઓ જોનારને પ્રથમ નજરમાં જ ગમી જાય તેવી છે.

મનમીતનું સૂત્ર “My eyes fell for what I saw!” — આ એક્ઝિબિશનના માધ્યમથી સાકાર થાય છે, જે જીવનના વિભિન્ન પળોને શબ્દ અને રંગ રૂપે રજૂ કરે છે.

તો આર્ટલવર્સ તમે પહોંચી જજો જોધપુર આર્ટ ગેલેરી ખાતે

Back to top button