અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ: 50 JCB, 50 AMC, 2000 પોલીસકર્મીઓની ટીમોનાં એકસાથે ધામા; જાણો ગુજરાતનું સૌથી મોટા ડિમોલેશન વિશે

29 એપ્રિલ 2025 અમદાવાદ: પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન જ્યાં થઈ રહ્યું છે એ વિસ્તાર અમદાવાદના ચંડોળા તળાવ જે શાહઆલમ પાસે આવેલું છે. તમને જણાવી દઈએ આજ સવારથી અમદાવાદ પોલીસ અને  મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો એક સાથે ડિમોલેશન કરવા માટે પહોંચી હતી. એમાં કમિશનરે કહ્યું કે 50 જેસીબી અને કુલ સાત મુખ્ય કોર્પોરેશનની સાત અલગ-અલગ ટીમો મળીને કુલ 50 ટીમો અને 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મુખ્યમંત્રીના આદેશ બાદ જોડાઇ છે. આ સમગ્ર વિસ્તાર છેલ્લા 2 દાયકાથી ગેરકાયદેસર વસવાટ કરતા બંગાલી, બાંગ્લાદેશીઓનાં વસવાટથી જાણીતું છે. જેનો આજે 45 મિનિટમાં જ અંત આવ્યો છે.

2000 મકાન તોડી પાડવાનું લક્ષ્ય, 60 કામગીરી થઈ
AMC કમિશનરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આશરે 1500થી 2000 જેટલા ગેરકાયદેસર મકાન તોડવાનો અંદાજ હતો અને મોટાભાગના તોડી પાડવામાં આવ્યા. કોર્પોરેશન અને પોલીસની ટીમે ગેરકાયદેસર મકાનોને પહેલા આઇડેન્ટીફાઈ કર્યા છે, ત્યારબાદ આ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કોઈ ફિક્સ આંકડો ના આપી શકાય પરંતુ શાહ આલમ પાસે 60% જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ ડિમોલેશન કેટલા દિવસ ચાલશે અને અમદાવાદના ચંડોળા તળાવના બીજા વિસ્તારો જેવા કે દાણીલીમડા, ઇસનપુર જેવા વિસ્તારોમાં કાર્યવાહી થશે કે નહીં તે અંગે સવાલ કરતા તેમને જણાવ્યું હતું કે આ ડિમોરેશન કાર્યવાહી કેટલી ચાલશે ને ક્યારે ચાલશે તેનો નિર્ણય આગળ કરાશે અને બીજા ગેરકાયદેસર વિસ્તારોમાં પણ ડિમોલેશન ક્યારે અને કેવી રીતે કરાશે તે સમગ્ર ચર્ચા બાદ જાહેર કરવામાં આવશે અને અમુક બાબતો જાહેર કરી શકાય તેમ નથી

18 ભારતીયોએ ડિમોશન માટે અરજી કરી કોર્ટે ઇનકાર કર્યો
અત્રે મહત્વનું છે કે 18 ભારતીયોએ ડિમોલેશન માટે અરજી કરી હતી, જેમાં હાઇકોર્ટેસ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે અરજદારના એડવોકેટ આનંદ યાગ્નિકે કોર્ટમાં દલીલ કરી હતી કે જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ પંદર દિવસની નોટિસ આપવી જોઈએ બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી અને અરજદારો 50 વર્ષથી અહીં રહે છે પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા દબાણ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મીડિયા દ્વારા સવાલ કરતા તેમણે લીગલ ટીમનો હવાલો આપી જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

Back to top button