IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ પછી ભારતીય ટીમ જશે બાંગ્લાદેશના પ્રવાસે, BCCIએ જાહેર કર્યું શેડયૂલ, જુઓ કેટલા મેચ રમાશે

નવી દિલ્હી, 15 એપ્રિલ : ટીમ ઈન્ડિયાને આઈપીએલ 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ વનડે અને ટી-20 શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 31 ઓગસ્ટે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયાની આ પહેલી સફેદ બોલની શ્રેણી હશે.

ભારતની ડોમેસ્ટિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતનો પ્રવાસ કરશે. ભારતની હોમ સીઝનની શરૂઆત 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20I મેચ રમશે.

ભારત બે ઘરઆંગણાની શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, જેમાં 19 ઓક્ટોબરથી ODI અને 29 ઓક્ટોબરથી T20I રમાશે.

ભારત અને બાંગ્લાદેશ શ્રેણી 2025

ભારત vs બાંગ્લાદેશ ODI શ્રેણી શેડ્યૂલ
1લી ODI – 17 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
2જી ODI – 20 ઓગસ્ટ, બુધવાર – મીરપુર
ત્રીજી ODI – 23 ઓગસ્ટ, શનિવાર – ચટગાંવ

ભારત vs બાંગ્લાદેશ T20 શ્રેણી શેડ્યૂલ

1લી T20 – 26 ઓગસ્ટ, મંગળવાર – ચિત્તાગોંગ
બીજી T20 – 29 ઓગસ્ટ, શુક્રવાર – મીરપુર
ત્રીજી T20 – 31 ઓગસ્ટ, રવિવાર – મીરપુર

આ પણ વાંચો : 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રએ શરૂ કરી કસરત, સલમાનના જીમમાં પરસેવો પાડતો Photo Viral

Back to top button