ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એ એ એ ધડામ….1000 પોઈન્ટ ગગડ્યા પછી જાણો છેલ્લે કેટલે બંધ રહ્યો સેન્સેક્સ?

નવી દિલ્હી, 22 મે 2025: શેરબજારની સામાન્ય ગતિવિધિ પર ઓછા લોકો ધ્યાન આપે છે, પરંતુ જ્યારે એક જ દિવસમાં સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ ગગડે છે, ત્યારે દરેકનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ગુરુવાર, 22 મેના રોજ સેન્સેક્સ 645 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘાટની બંધ રહી હતી. ઓટો, આઈટી અને એફએમસીજીને ભારે ફટકો પડ્યો છે.

આજે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવાર, 22 મેના રોજ ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1004 પોઈન્ટ ઘટીને 80,591ના સ્તરે પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ 304 પોઈન્ટ તૂટીને 24,509 સુધી પહોંચી ગયો હતો. જોકે, બાદમાં બંનેમાં થોડી રિકવરી જોવા મળી હતી.

ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓ, નાણાકીય અને આઇટી શેરો સહિત મંદીનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ઘટાડો યુએસ રાજકોષીય ચિંતાઓ અને વધતી ટ્રેઝરી યીલ્ડ વચ્ચે નકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટને આભારી હતો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો, જે બીએસઈ પર 1.5% ઘટીને રૂ. 1,406 પર બંધ રહ્યો. ક્ષેત્રીય સૂચકાંકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું, જેમાં નિફ્ટી ઓટો, એફએમસીજી, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ અને ગેસ ક્ષેત્રોમાં 1% થી 1.5% ઘટાડો થયો.

આ પણ વાંચોઃ મોદી કી નશોં મેં અબ ગરમ સિંદૂર બહ રહા હૈઃ આતંકવાદ મુદ્દે પીએમ મોદી આકરા પાણીએ

Back to top button