સોળ શૃંગાર સાથે એક્ટ્રેસના શીમંત સંસ્કાર, લગાવ્યા મહાદેવના જયકારા; ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ

Karishma Tanna Baby Shower: ટેલિવિઝનની જાણીતી ગ્લેમરસ ડીવા કરિશ્મા તન્ના (Karishma Tanna) 42 વર્ષની ઉંમરે પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહી છે. ઘરે નાનકડા મહેમાનના આગમન પહેલાં એક્ટ્રેસના ઘરે ભવ્ય ગોદભરાઈ (Baby Shower) ની વિધિ રાખવામાં આવી હતી, જેની સુંદર તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
કરિશ્મા તન્નાના લગ્નની જેમ જ તેની ગોદભરાઈની રસમ પણ ખૂબ જ ખાસ અને ટ્રેડિશનલ રહી હતી. આ ખાસ પ્રસંગે કરિશ્મા ખૂબ જ સુંદર સાઉથ ઇન્ડિયન સિલ્ક સાડીમાં સજ્જ જોવા મળી હતી. હાથોમાં મહેંદી, વાળમાં ગજરો અને માથાથી લઈને પગ સુધી ભારે દાગીના પહેરીને સોળ શણગાર સજેલી કરિશ્મા આ ફંક્શનમાં ખુશીથી ઝૂમી ઉઠી હતી. તે ક્યારેક પોતાના વાળનો ગજરો તો ક્યારેક હથેળીમાં રચેલી મહેંદી ફ્લોન્ટ કરતી કેમેરા સામે પોઝ આપી રહી હતી.

આજકાલની જનરેશનનો નવો ટ્રેન્ડ: બેબી શાવરમાં રાખ્યા ભજન-કીર્તન
આજકાલની નવી જનરેશન (Gen-Z) માં પબ-ક્લબિંગની સાથે-સાથે ભક્તિ અને ભજન-કીર્તન કરવાનો ક્રેઝ પણ ખૂબ વધી રહ્યો છે. આ જ લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરતાં કરિશ્માએ વેસ્ટર્ન સ્ટાઈલના બદલે પોતાના બેબી શાવર પર ખાસ ભજન-કીર્તનનું આયોજન કરાવ્યું હતું. કરિશ્મા અને તેના પતિ વરુણ બંગેરા (Varun Bangera) એ ભગવાન શિવ અને શ્રીકૃષ્ણના નામના જોરદાર જયકારા લગાવ્યા હતા. આ કપલને ટ્રેડિશનલ અંદાજમાં જોઈને ફેન્સ કહી રહ્યા છે કે તેઓ પોતાના આવનારા બાળકને અત્યારથી જ સંસ્કારોનું ભાથું આપી રહ્યા છે.
ઓગસ્ટમાં છે ડ્યુ ડેટ, પ્રેગ્નન્સીમાં પણ છે સુપર એક્ટિવ
ગોદભરાઈની તસવીરોમાં કરિશ્મા પોતાના પેટ પર હાથ રાખીને ખૂબ જ ગર્વથી બેબી બમ્પ (Baby Bump) ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કરિશ્માની ડિલિવરી ઓગસ્ટ મહિનામાં થવાની છે, એટલે કે હવે બાળકના વેલકમ માટે આશરે અઢી મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. કરિશ્મા પોતાની આખી પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ એક્ટિવ રહી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના વર્કઆઉટ અને યોગાના વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસનું માનવું છે કે પ્રેગ્નન્સીના દિવસોમાં સુસ્તી છોડીને એક્ટિવ રહેવું હેલ્થ માટે ઘણું સારું છે.

લગ્નના 4 વર્ષ બાદ ગુંજશે કિલકારીઓ
તમને જણાવી દઈએ કે, કરિશ્મા તન્ના અને બિઝનેસમેન વરુણ બંગેરા વર્ષ 2022 માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. હવે લગ્નના સફળ 4 વર્ષ બાદ આ કપલ પોતાના પહેલા સંતાનનું દુનિયામાં સ્વાગત કરવા માટે આતુર છે. એક્ટ્રેસે જે રીતે ભારતીય રીત-રિવાજો અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે આ સંસ્કાર વિધિ પૂરી કરી, તે જોઈને તેના ચાહકોનું દિલ ખુશ થઈ ગયું છે અને લોકો કમેન્ટ સેક્શનમાં કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ India-US સંબંધો પર દિલ્હીમાં મોટી હલચલ, યુએસ વિદેશ મંત્રીને મળ્યા PM મોદી
આ પણ વાંચોઃ કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડરનો દાવો, ઇન્સ્ટાગ્રામથી લઈને X સુધી, પર્સનલ એકાઉન્ટ્સ પણ થયા હેક
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












