ટોપ ન્યૂઝમનોરંજન

હીરોઈન સાથે કર્યો 17 મીનિટ લાંબો કિસિંગ સીન, રોમાંસ કરી પછતાયા એક્ટર!

Entertainment News : ટીવી અભિનેતા રામ કપૂર હાલમાં રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં દેખાઈ રહ્યા છે. “બડે અચ્છે લગતે હૈ” સીરિયલમાં રામે અભિનેત્રી સાક્ષી તંવર સાથે 17 મિનિટનો કિસિંગ સીન શેર કર્યો હતો. તેમના કિસથી ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ હતી. લોકઅપના તાજેતરના એપિસોડમાં રામે આ સીન પર પ્રતિક્રિયા આપી છે.

કિસિંગ સીન પર બોલ્યા રામ કપૂર

 

શોમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી સાથે વાતચીત કરતા રામે કિસિંગ સીન પર પત્ની  ગૌતમીના રિએક્શન રિવીલ કર્યા. માધુરીએ કહ્યું કે, પરદા પર એક્ટરને હીરોઈન સાથે રોમાંસ કરતા જોઈ તેમની પત્નીઓ માટે મુશ્કેલી થતી હશે. ત્યારે રામ કપૂરે જણાવ્યું કે, દરેક અભિનેતા પર પત્નીને સિક્યોર, સેફ અને લવ્ડ ફીલ કરાવવાની જવાબદારી હોય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

રામે કહ્યું કે, અમારી પત્નીઓ કેટલી સિક્યોર, કેટલી સેફ, કેટલી પ્રેમાળ અનુભવ કરાવે છે. તે આપણી જવાબદારી હોય છે. મેં 3 વખત 3 અલગ-અલગ હીરોઈનોને ઓનસ્ક્રિન કિસ કરી છે. ક્યારેય પણ ગૌતમીને કોઈ પરેશાની થઈ નથી. તેણીએ મને આવા સીન્સ કરવાથી ક્યારેક રોક્યો નથી. કારણ કે, મેં તેણીને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું છે. તે મારા ઈન્ટીમેટ સીન્સને લઈને ટેંશન લેતી નથી.

પત્નીને થયો હતો ગર્વ

 

રામે ફરી શો બડે અચ્છે લગતે હેના લાંબા લીપલોક સીનનો ઉલ્લેખ કર્યો. પત્નીના રિએક્શન જણાવતા રામે કહ્યું કે, ગૌતમીએ તેમને કહ્યું કે, તે તેમના પર ગર્વ અનુભવ કરાવશે. રામે કહ્યું કે, ગૌતમી જાણે છે કે આ અમારું કામ છે. હું પ્રોફેશ્નલ છું. મેં ઈન્ડિયન ટીવીનો પહેલો લીપલોક સીન સાક્ષી તંવર સાથે કર્યો હતો. આ સીન પર ખૂબ કંટ્રોવર્સી થઈ હતી. ગૌતમીએ મને કહ્યું હતું કે, મને ગર્વ અનુભવશો. હું જાણું છું કે, તે કેટલી ખુશ થશે. કારણ કે તેના પતિએ ટીવી પર પહેલી કિસ કરી ઈતિહાસ રચ્યો હતો.

રામ કપૂરના વર્કફ્રન્ટ પર અનેક શો કર્યા છે. જેમાં ઘર એક મંદિર, કસમ સે, બડે અચ્છે લગતે હે જેવા શો સામેલ છે. તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ એક્ટિવ છે. તેમની ગત વેબસીરીઝ મિસ્ત્રી હતી. રામ કપૂરે કિસિંગ સીનમાં જોવા ફેન્સ માટે સરપ્રાઈઝિંગ છે. શોમાં તે પોતા પર લાગેલા આરોપને ક્લીન કરવાની પૂરા પ્રયત્નો કરશે.

આ પણ વાંચો : ઇથેનોલ સપ્લાય મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: E20 નીતિ પર અસરનો સરકારનો દાવો, હાઇકોર્ટના આદેશ પર યથાવત સ્થિતિ

Back to top button