ટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત બન્યા રાજ્યપાલ: આચાર્ય દેવવ્રતે ખેતરમાં ચલાવ્યું હળ, શેરડી કાપી અને બળદગાડું પણ હાંક્યું, જુઓ વાઈરલ તસવીરો

મહારાષ્ટ્રઃ 12 નવેમ્બર, 2025: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખેતી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. સામાન્ય રીતે મંત્રીઓ કે ધારાસભ્યોને ખેતી કરતા જોયા હશે, પરંતુ મહારાષ્ટ્રમાંથી પહેલીવાર એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રાજ્યપાલ પોતે ખેતરમાં ઊતર્યા હતા.

આચાર્ય દેવવ્રતે માણેકપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાં પ્રાકૃતિક ખેતી માટે હળ ચલાવ્યું હતું. એટલું જ નહીં, પણ શેરડીની કાપણી કરી અને બળદગાડું પણ જાતે હાંક્યું હતું.

ખેડૂત બન્યા રાજ્યપાલ

મંગળવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના માણેકપુર ગામમાં પ્રાકૃતિક ખેતી કરનારા એક ખેડૂતના ખેતરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ખેતરમાં જઈને હળ ચલાવ્યું હતું. ગામની મુલાકાત દરમિયાન તેમણે એક ખેડૂતને શેરડી કાપતા જોયો, તો પોતાનો કાફલો રોકાવ્યો અને પોતે જ શેરડીની કાપણી કરવા લાગ્યા. આચાર્ય દેવવ્રત બળદગાડી ચલાવતા પણ જોવા પણ મળ્યા હતા.

પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત છે રાજ્યપાલ

નોંધનીય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતે પ્રાકૃતિક ખેતીમાં વિશેષજ્ઞતા ધરાવે છે. તેઓ સમય કાઢીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વિશે માહિતી આપવા અને તેના ફાયદાઓ વિશે સમજાવવા માટે જતા રહે છે.

થોડા દિવસો પહેલાં જ, રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ અને રાજ્ય વિધાનમંડળના સભ્યોને પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત અને તેના ફાયદા-નુકસાન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની, અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા આધેડનું મૃત્યુ

આ પણ વાંચોઃ ઉપસેલી નસો, હાથમાં સોજો અને ફૂલેલો ચહેરો, આ પુતિનને શું થયું? વીડિયો થયો વાયરલ, તો ઉઠ્યા સવાલ

  • Beta

Beta feature

  • Beta

Beta feature

 

Back to top button