ટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદમાં કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 6ના કરુણ મોત

Text To Speech

ગાઝિયાબાદ નેશનલ હાઈવે પર આજે સવારે સ્કૂલ બસ અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નેશનલ હાઈવે પર બસ અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મહત્વનું છે કે સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાનું જાણવા મળ્યુ છે. આ બસ રોંગ સાઈડમાંથી જઈ રહી હતી.

આ ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ છે. સીએમ યોગીના કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે- મુખ્યમંત્રીએ યોગીએ ગાઝિયાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા, શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વધુમાં લખવામાં આવ્યું હતું કે મૃતકોની આત્માને શાંતિ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થતાની કામના કરતી વખતે મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ગંભીર રીતે ઘાયલોને ₹50 હજારની રાહત રકમ આપવા સૂચના આપી છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ‘જળ પ્રલય’… યમુનાનું જળસ્તર ભયજનક સ્તરે પહોંચ્યુ, ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ

Back to top button