ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શહેરમાં વધુ એક ક્રૂર હત્યા, 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

  • કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી
  • સાતથી આઠ જેટલા ઈસમોએ જૂની અદાવતને કારણે યુવકનું અપહરણ કર્યું
  • મૃતક યુવકની ઓળખ નીતિન પટણી તરીકે થઈ છે

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સાતથી આઠ જેટલા ઈસમોએ જૂની અદાવતને કારણે યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પાઈપ તથા તીક્ષ્ણ હથિયારો વડે તેને માર મારી હત્યા કરી હતી.

મૃતક યુવકની ઓળખ નીતિન પટણી તરીકે થઈ છે

મૃતક યુવકની ઓળખ નીતિન પટણી તરીકે થઈ છે અને તેનું કાગડપીઠ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપીઓ દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

Back to top button