
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માન આજે ભાજપમાં જોડાયા છે. તેઓ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પંજાબ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે.
મુખ્યમંત્રી નાયબ સૈનીએ માન સરકાર પર નિશાન સાધ્યું
ભાજપમાં જોડાયા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી નાયબ સૈનીએ માન સરકાર પર નિશાન સાધ્યું હતું. જ્ઞાન સિંહ માન પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્ઞાન સિંહ માન આજે બપોરે ચંદીગઢમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. સુનીલ જાખડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે ભાજપે મુખ્યમંત્રીની પાર્ટીમાં નોંધપાત્ર પ્રવેશ કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્યમંત્રી સાથે તેમના પારિવારિક સંબંધો હોવા છતાં, જ્ઞાન સિંહ છેલ્લા કેટલાક સમયથી પંજાબ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં પૂર દરમિયાન તેઓ વહીવટી નિષ્ફળતાઓ અને સરકારી નીતિઓ સામે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, જ્ઞાન સિંહના આ પગલાથી ભાજપને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ અને ભાવિ ચૂંટણી લડાઈમાં AAP સરકારને ઘેરવા માટે એક નવું હથિયાર મળ્યું છે. આ ઘટનાક્રમ પંજાબમાં આંતરિક ઝઘડા અને સરકાર પ્રત્યે વધતી જતી અસંતોષને પણ પ્રકાશિત કરે છે.
આ પણ વાંચો : સોમનાથ અમૃત મહોત્સવ : PM મોદીએ 11 તીર્થોના પવિત્ર જળથી કર્યો કુંભાભિષેક












