ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

વ્યક્તિએ મેટ્રો ટ્રેનની અંદર પેટ્રોલ છાંટી લગાવી આગ, વીડિયો જોઈને તમે ચોંકી જશો

સિયોલ, 28 જૂન : બોલિવૂડ ફિલ્મોમાં, આપણે ઘણીવાર હીરોને કહેતા સાંભળ્યા છે કે જો તું મને નહીં મળે અથવા તું મને છોડી દઈશ તો હું દુનિયાને બાળી નાખીશ. દક્ષિણ કોરિયાના એક વ્યક્તિએ ખરેખર આવું જ કંઈક કર્યું છે. આ ચોંકાવનારી ઘટનામાં, પત્નીના છૂટાછેડાથી નિરાશ થયેલા વ્યક્તિએ મેટ્રો ટ્રેનના ડબ્બામાં આગ લગાવી દીધી. 67 વર્ષીય વ્યક્તિ, એ સિઓલમાં ચાલતી મેટ્રો ટ્રેનમાં આગ લગાવવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ ઘટના 31 મેના રોજ બની હતી અને તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને સંપત્તિને નુકસાન થયું હતું.

ગુસ્સામાં આગ લગાવી દીધી
મળતી માહિતી મુજબ, આરોપીનું નામ વોન જણાવવામાં આવી રહ્યું છે. તે સિયોલમાં એક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને તે ખૂબ જ પરેશાન હતો અને ગુસ્સામાં આવીને તેણે મેટ્રો સ્ટેશનના ડબ્બાની અંદર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે, આગ લગાવતા પહેલા તેણે પોતાના જ કપડાને સળગાવ્યા અને બાદમાં આગ ચારેબાજુ ફેલાઈ ગઈ અને મેટ્રોની અંદર નાસભાગ મચી ગઈ.

129 લોકોની ઘટનાસ્થળે કરાઈ સારવાર
આરોપી દ્વારા આગ લગાવવાની ઘટનામાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. જોકે, 129 અન્ય મુસાફરોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત નથી નિપજ્યું. જોકે, આ ઘટનામાં મેટ્રોનો એક ડબ્બો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો, જેના કારણે આશરે 330 મિલિયન વૉન (લગભગ 2 કરોડ) રૂપિયાનું નુકસાન થયું છે. અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વિડિયો
આગ લાગવાની ચોંકાવનારી ઘટનાનો વિડિયો મેટ્રોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થઈ ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button