ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં ભગવાન શ્રીજગન્નાથની 26મી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ

Text To Speech

પાલનપુરઃ 21 જૂન 2024, અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ યોજાઈ હતી. જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત મોસાળ યાત્રા પણ ભવ્યાતી ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું હતું. ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનારની ભગવાન જગન્નાથની યાત્રાને અનુલક્ષીને શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 26 શોભાયાત્રા યોજવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મોસાળયાત્રા રામજી મંદીર ડીસાથી પાતાળેશ્ર્વર મહાદેવ મંદીર જશે
સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુર સિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ ડીસા દ્ગારા વર્ષ-૨૦૨૪ની ૨૬ મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવોની ઉજવણીની તા.૨૨-૬-૨૦૨૪ થી શરૂઆત થશે. ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા મુજબ તા.૨૨-૬-૨૦૨૪ શનિવારે સવારે ૧૦ કલાકે ભગવાન શ્રીજગન્નાથજીની મોસાળયાત્રા રામજી મંદીર ડીસાથી વાજતે ગાજતે નિકળી કચ્છી કોલોની પાતાળેશ્ર્વર મહાદેવ મંદીર જશે.

ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે
ત્યારબાદ તા.૫-૭- ૨૦૨૪ સોમવારે સાંજે ૫ કલાકે ભગવાનશ્રી જગન્નાથજી ને કચ્છી કોલોની પાતાળેશ્ર્વર મહાદેવ મંદીરથી વાજતેગાજતે રામજી મંદીર નીજ મંદીર લઈ જવાશે.અષાઢ સુદ બીજ તા.૭- ૭-૨૦૨૪ રવિવારે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા બપોરે શહેરના જુના રામજીમંદીરેથી ત્રણ અલગ અલગ રથોમાં સવાર થઈ ડીસા નગરમાં નગરચર્યાએ નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે. સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વહેંચણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃપાટણમાં કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી

Back to top button