
- વર્ષ 2048ને ધ્યાને રાખીને રેલવે નેટવર્ક ઊભુ કરાશે
- રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને અર્બન મેટ્રો રેલ નેટવર્કનો વ્યાપ વધશે
- અમદાવાદ- રાજકોટ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવાશે
અમદાવાદ-રાજકોટ ઉપરાંત વધુ પાંચ કોરિડોરમાં સેમિ હાઈ સ્પીડ રેલ શક્ય થશે. જેમાં ગુજરાતમાં રેલવે નેટવર્ક માટે 30 વર્ષનો માસ્ટર પ્લાન બનાવાશે. તેમજ ભવિષ્યમાં રિજિયનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને અર્બન મેટ્રો રેલ નેટવર્કનો વ્યાપ વધશે. તથા GIDB દ્વારા ગુજરાતના 144માંથી 13 ટાપુઓને ડેવલપમેન્ટ માટે અલગથી તારવણી છે. અમદાવાદ- રાજકોટ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર ઉપરાંત અમદાવાદથી રાજ્યમાં વધુ પાંચ ક્ષેત્રેના નાગરિકો અને આર્થિક વૃતિને વેગ આપવા આ પ્રકારે રેલ કનેક્ટિવિટીથી જોડી શકાય તેમ છે. એમ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ- GIDBએ અમદાવાદ- રાજકોટ સેમી હાઈ સ્પિડ રેલ કોરિડોરના પૂર્વ શક્યતાદર્શી અહેવાલમાં નોંધ્યુ છે.
વર્ષ 2048ને ધ્યાને રાખીને રેલવે નેટવર્ક ઊભુ કરાશે
વિધાનસભામાં રજૂ થયેલા વાર્ષિક અહેવાલમાં પ્રવાસન, આર્થિક ગતિવિધિઓને ઈજન આપવા ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ- GIDBએ 30 વર્ષને ધ્યાને રાખી રેલવે નેટવર્ક માટે માસ્ટર પ્લાન ઘડવાનું શરૂ કર્યુ છે. જેમાં ફ્રેઈટ કોન્સોલિડેશન હબ, પોર્ટ કનેક્ટિવિટી, સેમી હાઈ સ્પિડ રેલ કોરિડોર, અનસર્વડ ડિસ્ટ્રીક્ટ કનેક્ટીવિટી, રિજિયનલ રેલ ટ્રાંઝીટ સિસ્ટમ, અર્બન માસ ટ્રાંઝિટ- મેટ્રો રેલ, ટુરિસ્ટ સેન્ટર કનેક્ટિવિટી જેવી શ્રોણીઓને ધ્યાને લઈને રેલ નેટવર્ક ઉભુ કરવાનો પ્રસ્તાવ વિચારણાધિન છે. જેના માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2048ને ધ્યાને રાખીને રેલવે નેટવર્ક ઊભુ કરવા ચાલી રહેલી કવાયતમાં હાલમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન- જી રાઈડએ જામનગરમાં જૂના બેડી બંદર સુધીની કનેક્ટીવિટી કાર્યરત કર્યા બાદ હાલમાં કટોસણ- બહુચરાજી- રણુંજ, ગોઠણગામથી હજીરા અને ભીમનાથથી ધોલેરા વચ્ચે પણ રેલ કનેક્ટિવિટી ઉભી કરવામાં આવી રહી છે.
પિરાટોન, બેટ-દ્વારકા, શિયાલ સવાઈ એમ 3 ટાપુના માસ્ટર પ્લાન પહેલા તૈયાર થશે
GIDBએ અગાઉ અલગથી તારવીને રાખીને 13 પૈકી ત્રણ ટાપુઓના વિકાસ માટેનો માસ્ટર પ્લાન સર્વપ્રથમ ઘડીને અમલમાં મુકવાનું નક્કી કર્યુ છે. જેમાં પીરાટોન આઈલેન્ડ, બેટ- દ્વારકા અને શિયાલ- સવાઈ બેટનો સમાવેશ થાય છે. દરિયાઈ ક્ષેત્રમાં 144 ટાપુઓ છે. જે પૈકી ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ શકે તે માટે સરકારે આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે.
ભરૂચમાં આલિયા બેટ માટે શક્યતાદર્શી અભ્યાસ ચાલી રહ્યો છે
ઉપરોક્ત ત્રણના ટાપુના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન બનાવવા વન અને પર્યાવરણ વિભાગ, પ્રવાસન વિભાગને જવાબદારી સોપી છે. દ્વારકામાં મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પ્રોજેક્ટ માટે સ્કીલ ડિમાન્ડ એસેસમેન્ટ સર્વે, ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ- DPRનું કામ ચાલી રહ્યુ છે. ફેઝ-2માં વધુ નવા ટાપુઓના સેટ ઓળખવા માટે સરકારના વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં ભાવનગર પાસેનો પીરમ બેટ, સુરતમા કડીયા બેટ, ભરૂચમાં આલિયા બેટ માટે શક્યતાદર્શી અભ્યાસ ચાલી રહ્યો છે.












