મનોરંજન

અદનાન સામી પર નાના ભાઈ જુનૈદે લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યુ ?

અદનાન સામીના ભાઈ જુનૈદે તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જુનૈદે એક પોસ્ટ શેર કરીને આ બધી વાતો શેર કરી અને પછી તેને ડિલીટ કરી દીધી. વાંચો આ અહેવાલ….

આ દાવો અદનાન સામીના ચાહકોને ચોંકાવી દેશે

પ્રખ્યાત સિંગર અદનાન સામીને લઈને તેના નાના ભાઈ જુનૈદ સામીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સિંગર અંગે તેના ભાઈનો આ દાવો અદનાનના ચાહકોને ચોંકાવી દેશે. જો કે તેણે જે પોસ્ટ દ્વારા દાવા કર્યા હતા તે પોસ્ટ તેણે હવે ડિલીટ કરી દીધી છે. જુનૈદે અદનાન સામીની ભારતીય નાગરિકતા પાછળનું કારણ પણ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે અદનાન સામી મુળ પાકિસ્તાનના સિંગર છે. તેમણે ભારતીય નાગરિકતા સ્વીકારી લીધી છે. તેમને પદ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.

a

ભાઈએ અદનાન સામી પર ગંભીર આરોપ લગાવ્યા

જુનૈદ સામીએ અદનાન સામીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેને તેણે ડિલીટ કરી દીધી છે. જુનૈદે આ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ઈમરાન ખાન બનવાનો સમય આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામી વિશે ઘણા સત્યો જાહેર કરવા જઈ રહ્યો છું. ઉપરવાળા સિવાય, હું હવે કોઈથી ડરતો નથી. મારે આ બધું નથી કરવું, પણ છતાં મારે આ કરવું જ પડશે, કારણ કે હવે સત્ય બહાર આવવું ખૂબ જ જરૂરી છે. હું મારા ભાઈ અદનાનને પડકાર આપું છું કે મારી આમાંથી કોઈ એક વાત પણ ખોટી સાબિત કરી બતાવે.

અદનાન સામી પર પત્નીનો અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ!

આ સિવાય જુનૈદે પોતાની પોસ્ટમાં વધુમાં દાવો કર્યો હતો કે અદનાન સામીએ તેની બીજી પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને તેને દુનિયાને બતાવવા માટે કોર્ટને આપ્યો હતો. તેણે લખ્યું, ‘આ વાત મને પરેશાન કરે છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે આવું ન કરી શકું. અદનાને તેની બીજી પત્ની સબા સાથે વર્ષ 2007થી2008 દરમ્યાન પોર્ન ડીવીડી બનાવી હતી. પતિ-પત્ની વચ્ચે ઘણું બધું થાય છે અને આવી બાબતને પોતાના સુધી જ રાખવી જોઈએ. અદનાને કોર્ટમાં દાવો કર્યો હતો કે આ વીડિયો તેણે નહીં પરંતુ સબાના બોયફ્રેન્ડે બનાવ્યો હતો અને તેની ડીવીડી પણ કોર્ટને આપી હતી, જેથી સમગ્ર ભારત તેને જોઈ શકે. આ બધી વાતો જુઠ્ઠી છે.

અદનાન સામી બીજી પત્ની સાથે

સિંગરની ભારતીય નાગરિકતા વિશે ખુલાસો

જુનૈદે અદનાન સામીની ડિગ્રી અંગે પણ ખુલાસો કર્યો હતો. જુનૈદે કહ્યું, ‘અદનાનનો જન્મ 15 ઓગસ્ટ 1969ના રોજ રાવલપિંડીની એક હોસ્પિટલમાં થયો હતો. આ પછી, મારો જન્મ પણ આ જ હોસ્પિટલમાં 1973માં થયો હતો, તેથી અદનાનનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો તે ખોટું છે. તે ઈંગ્લેન્ડમાં તેના ઓ-લેવલમાં નાપાસ થયો અને પછી લાહોરથી તેની ડિગ્રી બનાવડાવી. આ પછી તેણે અબુધાબીથી ખાનગી રીતે A લેવલ કર્યું.

અદનાનની ભારતીય નાગરિકતા મુદ્દે ખુલાસો

જુનૈદે પોતાની પોસ્ટમાં અદનાન સામીની ભારતીય નાગરિકતાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે અદનાને ભારતીય નાગરિકતા એટલા માટે અપનાવી છે કારણ કે તેને ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ સારા પૈસા મળે છે. સિંગર પર આ ગંભીર આરોપો લગાવ્યા બાદ જુનૈદે સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી.

Back to top button