ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

World Malaria Day: ગુજરાતમાં મલેરિયાની ઘાતક અસર યથાવત્, દર મહિને સરેરાશ જાણો કેટલા કેસ

  • રાહતની વાત એ છે કે, 2019થી મલેરિયાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે
  • ગુજરાતમાં વર્ષ 2021 થી ફેબ્રુઆરી 2025 સુધી મલેરિયાના 18469 કેસ નોંધાયેલા
  • મેલેરિયાના ખાસ કરીને ચોમાસામાં સૌથી વધુ દર્દી નોંધાતા હોય છે

ગુજરાતમાં મચ્છરજન્ય બીમારીના અંકૂશ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં સ્થિતિ પર નિયંત્રણ માટે હજુ વર્ષો લાગી જશે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ દર મહિને મલેરિયાના દરરોજ સરેરાશ 380થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાહતની વાત એ છે કે, 2019થી મલેરિયાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.

ગુજરાતમાં વર્ષ 2021 થી ફેબ્રુઆરી 2025 સુધી મલેરિયાના 18469 કેસ નોંધાયેલા

ગુજરાતમાં વર્ષ 2021 થી ફેબ્રુઆરી 2025 સુધી મલેરિયાના 18469 કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ 2018માં 22114, 2019માં 13883 અને 2020માં 4771 કેસ નોંધાયા હતા. આમ, 2020થી મલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. ગુજરાતમાં વર્ષ 2024માં મલેરિયાના 4365 કેસ નોંધાયેલા હતા જ્યારે 1 મૃત્યુ થયું હતું. ગત વર્ષે મલેરિયાના સૌથી વધુ 68893 કેસ ઓડિશામાં નોંધાયા હતા. સમગ્ર દેશમાં ગત વર્ષે મલેરિયાના કુલ 2.57 લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે 76 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

મલેરિયા પોઝિટિવ દર 1 હજારની વસતીએ 1થી નીચે નોંધાયો

આરોગ્ય વિભાગના દાવા અનુસાર ગુજરાતમાં મલેરિયા પોઝિટિવ દર 1 હજારની વસતીએ 1થી નીચે નોંધાયો છે. જેના પગલે સમગ્ર દેશમાં મલેરિયા નિર્મૂલન અંતર્ગત ગુજરાતનો કેટેગરી-2માંથી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયાના નિદાન માટે અંદાજે 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધીને લોહીના નમૂના એકત્રિત કરી નિઃશુલ્ક નિદાન કરાયું હતું.

મેલેરિયાના ખાસ કરીને ચોમાસામાં સૌથી વધુ દર્દી નોંધાતા હોય છે

મેલેરિયાના ખાસ કરીને ચોમાસામાં સૌથી વધુ દર્દી નોંધાતા હોય છે. કોઇ દર્દી મેલેરિયા પોઝિટિવ છે નહીં તેની ચકાસણી માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં મેલેરિયાના દર્દીને ક્લોરોક્વિન અને પ્રીમાક્વિનની દવા આપી રેડિકલ સારવાર થાય છે.

Back to top button