સુરતમાં શ્રમિકની સાયકલને કાર ચાલકે ટક્કર મારી તોડી નાખી, પોલીસે નવી ખરીદીને આપી
સુરત, 15 મે 2024, શહેરમાં સાયકલ પર આઈસક્રીમ વેચીને રોજીરોટી કમાનારની સાયકલને કાર ચાલકે ઠોકર મારતા તોડી નાખી હતી. આધેડ શ્રમિક દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવા પોલીસ મથક ગયા હતા. જ્યાં રાંદેર શી ટીમ દ્વારા શ્રમિકને નવી સાયકલ ખરીદી આપી હતી.જેથી તેઓ તેમનાં પરિવારનું ગુજરાન ચલાવી શકે. પોલીસે નવી સાયકલ ખરીદી આપતા શ્રમિકની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતા.
કાર ચાલકે સાયકલને અડફેટે લેતા સાયકલ તૂટી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે બે દિવસ પહેલા 11 વાગ્યાના અરસામાં શી-ટીમ ઈન્ચાર્જ મહિલા PSI એચ.બી.જાડેજા ફરજ પર હાજર હતા. ત્યારે એક સિનિયર સિટીઝન જેવા દેખાતા શ્રમિકે પોલીસ સ્ટેશને આવી આઈસક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની જાણકારી આપી હતી. તેમના પરિવારમાં 5 બાળકો છે અને આ પાંચે પાંચ બાળકો અભ્યાસ કરે છે. સવારે આ વ્યક્તિ પોતાના ઘરેથી બોક્સમાં આઈસ્ક્રીમ ભરી સાયકલ ઉપર રોજીરોટી કમાવા માટે નીકળ્યા હતા. સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્ષ મુકી વેપાર કરવા માટે ઉગત કેનાલ રોડતી અંદર રામા રેસીડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડીંગોમાં જતા હતા. તે વખતે એક કાર સામેથી આવી તેમની સાયકલને ટક્કર મારી હતી. સાયકલ રસ્તામાં પડી ગઈ અને કારનું ટાયર ભુલથી સાયકલની ફ્રેમ પર આવી જતા સાયકલ તુટી ગઈ હતી. કાર ચાલક તેની કાર લઈ ત્યાંથી જતો રહ્યો હતો.
પોલીસે શ્રમિકને નવી સાયકલ અપાવી
સાઇકલને નુકસાન કર્યું હોવાની શ્રમિકે પોલીસ સક્ષક આપવિતી રજૂ કરી હતી. ફરિયાદ મળતા પોલીસ આ મામલે તપાસ શરૂ કરી આ વ્યક્તિ ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી.પોલીસે બનાવ વાળી જગ્યા પર પહોંચી CCTV ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં CCTV ના હોવાને લઈને પોલીસ આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતી. ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તેઓને મદદ કરવાનું નક્કી કર્યું હતું. શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોય જેથી શી-ટીમના સભ્યો મળી તેને નવી સાયકલ અપાવવાનો નિર્ણય કર્યો હતો. નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિક ભાઈને બોલાવીને સાયકલ આપતા તેઓના આંખમાથી હર્ષના આંસુ સરી પડ્યાં હતા. રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખુબ કિંમતી વસ્તુ બની ગઈ હતી.
શ્રમજીવી પુષ્પરાજસિંહ ચૌહાણે પોલીસનો આભાર માન્યો
આ સમગ્ર બાબતે રાંદેર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હર્ષિકાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગત રોજ દાદા આવ્યા હતા. જેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે. કોઈ ગાડી વાળાએ તેમની સાયકલને ટક્કર મારી હતી. અમે સીસીટીવીમાં ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પરંતું જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા. આ સમગ્ર બાબતે સોનારા સાહેબને વાત કરી હતી. સાહેબનાં સૂચન મુજબ શ્રમજીવીને સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે સાયકલ તેમને ગિફ્ટમાં આપી હતી. શ્રમજીવી પુષ્પરાજસિંહ ચૌહાણે પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃસુરતઃ મહિલાએ કાબુ ગુમાવતા મર્સિડીઝ કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ