ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતઃ મહિલાએ કાબુ ગુમાવતા મર્સિડીઝ કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

Text To Speech

સુરત, 15 મે 2024, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં બે દિવસ પહેલાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. આ ડમરીઓના કારણે વાહનચાલકો હેરાન થઈ ગયા હતાં. સુરતમાં ડુમસ રોડ પર 13મી મેના રોજ એક મહિલા મર્સિડિઝ કાર લઈને નીકળી હતી અને અચાનક કાબુ ગુમાવતા લોખંડની રેલીંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાને સામાન્ય ઈજા થઈ હતી.

એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલાનો બચાવ થયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડુમસ રોડ પર 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. 13 મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે. કારની સ્પીડ એટલી હતી કે, રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે. અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે બાદમાં મહિલા કોઈને ફોન કરે છે. મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલાનો બચાવ થયો હતો.

આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
સોમવારે રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડીઝ કાર લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.મિની વાવાઝોડા સાથે રસ્તા પર ધૂળની ડમરીઓથી ઓછી વિઝિબિલીટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ કાર બીઆરટીએસની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જેને પગલે કારણે એરબેગ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃસુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો, 10 લાખ લોકોને નહીં મળે પાણી

Back to top button