ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO: મહિલા સાંસદે કહ્યું- ‘મારી આંખોમાં જુઓ’, સ્પીકરે કહ્યું… : સંસદમાંથી રસપ્રદ સીન થયો વાયરલ

Text To Speech

ઇસ્લામાબાદ, 1 જુલાઈ : સંસદની કાર્યવાહી ભલે ભારતની હોય કે અન્ય કોઈ દેશની હોય, કેટલીકવાર તે ખૂબ જ રસપ્રદ હોય છે. સાંસદો વચ્ચેની ટિપ્પણી તો ક્યારેક સ્પીકરની ટિપ્પણી ખૂબ જ રસપ્રદ છે, જે ભારેખમ રાજકીય કાર્યવાહીને પણ ખૂબ જ રસપ્રદ બનાવે છે. પાકિસ્તાની સંસદમાં આવા  જ એક રસપ્રદ વાર્તાલાપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાકિસ્તાની મહિલા સાંસદ સ્પીકરની આંખમાં જુએ છે અને સાંભળવાની અપીલ કરે છે. આ અપીલ સાંભળીને સ્પીકર શરમાઈ જાય છે અને તેણે જે રીતે પ્રતિક્રિયા આપી તે વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ એક મહિલા સાંસદે સ્પીકરને આવી અપીલ કેમ કરી અને સ્પીકરે શું જવાબ આપ્યો.

પાકિસ્તાની સાંસદની અપીલ

આ પાકિસ્તાની સાંસદ જરતાજ ગુલ છે, જે પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની કેબિનેટનો પણ એક ભાગ હતા. જરતાજ ગુલ ગૃહમાં કહે છે, ‘મારી પાર્ટીના નેતાએ મને શીખવ્યું છે કે, ‘સામેની વ્યક્તિ સાથે આંખમાં આંખ મિલાવી વાત કરવી જોઈએ.’ જો તમે આઈ કોન્ટેક્ટ નહિ જાળવો તો હું મારા શબ્દોને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકીશ નહીં. કૃપા કરીને તમારા ચશ્મા પહેરો.’ આ વાત જરતાજ ગુલ સદનના સ્પીકર અયાઝ સાદિકને કહે છે. આગળ તે કહે છે, ‘હું એક નેતા છું અને એક લાખ પચાસ હજાર મતોથી જીતીને ગૃહમાં આવી છું.’

અહીં જુઓ વીડિયો

જરતાજ ગુલના આ નિવેદન પર સ્પીકરે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘હું તમારી વાત પૂરી રીતે સાંભળું છું પણ હું તમારી સાથે આઈ કોન્ટેક્ટ નહીં કરી શકું. સ્ત્રી સાથે આઈ કોન્ટેક્ટ કરવો યોગ્ય નથી. આ દરમિયાન સાંસદ ગુલ પણ કહે છે, ‘જો તમે 52 ટકા મહિલાઓ સાથે આ રીતે વાત કરશો તો માત્ર થોડા જ લોકો ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકશે.’ આ પછી પણ સ્પીકર આઈ કોન્ટેક્ટકરવા માટે સંમત થતા નથી. આ વીડિયોને ટ્વિટર પર 1.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જેને જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ ફની છે.’

આ પણ વાંચોઃસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Back to top button