ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય કેબિનેટ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત, કોને – કોને મળ્યું સ્થાન?

Text To Speech
 • NDA સરકારે કેન્દ્રીય કેબિનેટની વિવિધ સમિતિઓના સભ્યોના નામની કરી જાહેરાત
 • ગઠબંધન ભાગીદારો જેડીએસ અને જેડીયુના મંત્રીઓને પણ સમિતિઓમાં આપવામાં આવ્યું સ્થાન

દિલ્હી, 3 જુલાઈ: કેન્દ્રીય કેબિનેટની અલગ- અલગ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગી જનતા દળ સેક્યુલર (JDS) અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના ક્વોટામાંથી નિયુક્ત મંત્રીઓને પણ પસંદગી આપવામાં આવી છે.

કેબિનેટ નિમણૂક સમિતિના સભ્યો

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી
 • ગૃહમંત્રી અમિત શાહ

આવાસ પરની કેબિનેટ સમિતિના સભ્ય

 • ગૃહમંત્રી અમિત શાહ
 • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
 • આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર
 • વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ

સમિતિમાં ખાસ આમંત્રિત સભ્ય- ડૉ. જીતેન્દ્ર સિંહ

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ

 • રક્ષા મંત્રી રાજનાથ સિંહ
 • ગૃહમંત્રી અમિત શાહ
 • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
 • કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
 • નાણામંત્રી નિર્મલા સીતારમણ
 • ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી
 • વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ
 • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
 • પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ

આ પણ વાંચો: BJPની ટાસ્ક ફોર્સે યુપીમાં હારના આપ્યા કારણો, યોગી આદિત્યનાથે પહેલું એક્શન પણ લઈ લીધું

Back to top button