ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

એન્જિનિયરોનું અદ્ભુત કારનામું! વિશ્વની સૌથી લાંબી સાયકલ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જુઓ વીડિયો

  • આ આશ્ચર્યજનક સિદ્ધિનો શ્રેય નેધરલેન્ડના આઠ એન્જિનિયરોને જાય છે જેમણે આ કલ્પનાને સાકાર કરી

HD ન્યૂઝ ડેસ્ક, 3 જુલાઇ: અત્યાર સુધી તમે અનેક પ્રકારની સાઇકલ વિશે સાંભળ્યું અને જોયું હશે, પરંતુ હવે તમે વિશ્વની સૌથી લાંબી સાઇકલ જોશો, જેના વિશે તમે પહેલાં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી. વિશ્વની સૌથી લાંબી સાયકલ 180 ફૂટ, 11 ઇંચની છે. જેણે વિશ્વની સૌથી લાંબી સાયકલનો ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ પણ બનાવ્યો છે. આ આશ્ચર્યજનક સિદ્ધિનો શ્રેય નેધરલેન્ડના આઠ એન્જિનિયરોને જાય છે જેમણે આ કલ્પનાને સાકાર કરી.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આ 180 ફૂટ, 11 ઇંચ લાંબી સાઇકલએ 2020માં ઓસ્ટ્રેલિયાના બર્ની રાયન(Bernie Ryan) દ્વારા બનાવેલી સાઇકલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમની સાઇકલ 155 ફૂટ 8 ઇંચ ઉંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડ બ્રેકિંગ સાઈકલ માત્ર રેકોર્ડ બનાવવા માટે જ નથી બનાવવામાં આવી, પરંતુ તેની સવારી પણ કરી શકાય છે. હા, પરંતુ તેની સાથે ગમે ત્યાં રોમિંગ કરતી વખતે તમે તમારા રોજિંદા કાર્યોને પૂર્ણ કરી શકતા નથી, કારણ કે તેને ઘણી જગ્યાની જરૂર પડે છે.

 

સૌથી લાંબી સાયકલ બનાવવાનો પ્રોજેક્ટ 2018માં શરૂ કરવામાં આવ્યો 

‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’ અનુસાર, આ સાઇકલ બનાવવાની ટીમનું નેતૃત્વ 39 વર્ષીય ઇવાન શાલ્ક કરી રહ્યા હતા, જે બાળપણથી જ આટલી વિશાળ સાઇકલ બનાવવા ઇચ્છતા હતા. તેણે 2018માં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. આ પછી તે પોતાના ગામ ‘પ્રિન્સેનબીક’ ગયા અને ત્યાં પોતાની ટીમ બનાવી. પોતાનું સપનું સાકાર થયા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “હું વર્ષોથી તેના વિશે વિચારી રહ્યો હતો. મને એકવાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પુસ્તક મળ્યું, જેમાં મને આ રેકોર્ડ મળ્યો. પછી મારા મગજમાં પણ આવું જ કંઈક કરવાનો વિચાર આવ્યો.”

સૌથી લાંબી સાઇકલના વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો તે નવી સાઇકલની સાથે તૂટતો રહ્યો છે. છેલ્લા 60 વર્ષમાં આ રેકોર્ડ ઘણી વખત તૂટ્યો છે. પ્રથમ રેકોર્ડ 1965માં જર્મનીના કોલોનમાં બનેલી સાયકલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેની લંબાઈ 8 મીટર (26 ફૂટ 3 ઈંચ) હતી. અગાઉના રેકોર્ડ ધારકોમાં ન્યુઝીલેન્ડ, ઇટાલી, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની બે ટીમો સહિત ઘણા દેશોના લોકોનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ: અમદાવાદ શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો

Back to top button