ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જલ્દી વધારો થશે? RBI ગવર્નરના નિવેદનથી વધી ચિંતા, જાણો નવા રેટ

Will petrol and diesel prices increase soon?:   ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર સંજય મલ્હોત્રા ના તાજેતરના નિવેદન બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતાઓને લઈને ચર્ચા તેજ બની છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક કાચા તેલના બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.

RBI ગવર્નરે શું કહ્યું?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે જો પશ્ચિમ એશિયામાં હાલનું સંકટ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો સરકાર માટે ઇંધણના વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર મૂકવો અનિવાર્ય બની શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ભારે દબાણ આવી રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આજે કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

14 મે 2026ના રોજ દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જોકે, બજારમાં ભાવ વધારાની અટકળો સતત વધી રહી છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના રેટ

શહેર પેટ્રોલ (પ્રતિ લિટર) ડીઝલ (પ્રતિ લિટર)
અમદાવાદ ₹95.62 ₹91.38
સુરત ₹95.41 ₹91.16
વડોદરા ₹95.74 ₹91.49
રાજકોટ ₹95.58 ₹91.32

દેશના મોટા શહેરોમાં આજના ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી ₹94.77 ₹87.67
મુંબઈ ₹103.54 ₹90.03
કોલકાતા ₹105.45 ₹92.02
ચેન્નઈ ₹100.80 ₹92.39

ઓઇલ કંપનીઓ પર વધી રહ્યું છે દબાણ

અહેવાલ મુજબ, કાચા તેલની કિંમત છેલ્લા કેટલાક મહિનામાં પ્રતિ બેરલ 75 ડોલરથી વધીને 100 ડોલરથી પણ વધુ પહોંચી ગઈ છે. જેના કારણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિને લગભગ 30,000 કરોડ રૂપિયાની અન્ડર-રિકવરીનો સામનો કરવો પડી રહ્યો છે.

શું જલ્દી વધશે ભાવ?

હાલ સરકાર દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ વૈશ્વિક બજારમાં જો કાચા તેલના ભાવમાં વધુ વધારો થશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો : NEETની પરીક્ષા બંધ થવી જોઈએ, 12માં ધોરણ પર એડમિશન આપો: CM વિજયે પેપર લીક પર કહી મોટી વાત

Back to top button