Pooja: પૂજા સમયે આંખમાંથી આંસુ કેમ આવે છે? શુભ કે અશુભ?

- દરેક વ્યક્તિ સંપુર્ણ ભક્તિભાવથી પૂજા કરતી હોય છે
- પૂજા દરમિયાન મળેલા સંકેતો પરથી તમે જાણી શકો છો કે તે સફળ છે કે નહીં
- પૂજા દરમિયાન આંખોમાં આંસુ અને અન્ય સંકેતોનો અર્થ શું છે
શું તમે ક્યારેય એવુ અનુભવ્યુ છે કે પૂજા (Pooja – Worship) કરતી વખતે કે મંદિર જતી વખતે તમારી આંખમાં આંસુ આવી ગયા હોય? દરેક વ્યક્તિ પોતાની મનગમતી પૂજા કરે છે. દરેક વ્યક્તિ સંપુર્ણ ભક્તિભાવથી પૂજા કરતી હોય છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પ્રભુ તેમની પૂજા સ્વીકારે અને તેમને આશીર્વાદ આપે. તેમના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ઘણી વખત પૂજા કરતી વખતે આપણને કેટલાક સંકેતો પણ મળે છે જેને આપણે ક્યારેક અવગણીએ છીએ પરંતુ પૂજા (Pooja – Worship) દરમિયાન મળેલા સંકેતો પરથી તમે જાણી શકો છો કે તમારી પૂજા સફળ છે કે નહીં. આવો જાણીએ પૂજા દરમિયાન આંખોમાં આંસુ અને અન્ય સંકેતોનો અર્થ શું છે.
પૂજા દરમિયાન આંખમાં આંસુ
જો પૂજા (Pooja – Worship) દરમિયાન કોઈ વ્યક્તિની આંખમાંથી આંસુ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં રહેલું દુ:ખ જલ્દી ખતમ થવાનું છે. તમે હવે પ્રવર્તમાન અનિષ્ટો પર વિજય મેળવવાની નજીક છો.
પૂજા દરમિયાન હાથ બળવો
જો પૂજાનો દીવો પ્રગટાવતી વખતે અથવા પૂજાના કોઈપણ કાર્ય દરમિયાન તમારો હાથ બળી જાય છે, તો તેનો અર્થ એ છે કે પૂજા દરમિયાન તમે કોઈ ભૂલ કરી છે. આવી સ્થિતિમાં, ભગવાનની પૂજા યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરો અને યોગ્ય રીતે અનુષ્ઠાન કરો.
પૂજા દરમિયાન બગાસુ આવવુ
જો તમે પૂજા દરમિયાન વારંવાર બગાસું ખાઓ છો, તો શાસ્ત્રો અનુસાર, તે સંકેત છે કે તમારી અંદર એક પ્રકારની નકારાત્મકતા હાજર છે. ઉપરાંત, કેટલીકવાર ગંદા વિચારોને કારણે, તમને પૂજા દરમિયાન બગાસું આવવા લાગે છે.
સફળ પૂજાના સંકેતો
જ્યારે પૂજા દરમિયાન પ્રજ્વલિત દીવાની જ્યોત ઉપરની તરફ થવા લાગે તો સમજવું કે તમારી પૂજાથી ભગવાન પ્રસન્ન થયા છે. બીજી તરફ, જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ મહેમાન આવે છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન છે.
ભક્તિ દરમિયાન આંખમાં આંસુ
ઘણી વખત મંદિરમાં જતા લોકોની આંખમાં આંસુ આવે છે. ઇશ્વરની ભક્તિમાં લીન લોકોની આંખમાં આંસુ નીકળવા લાગે છે. ઇશ્વર સાથે એક ખાસ પ્રકારનું જોડાણ મહેસુસ થાય છે. તે એ વાતનો સંકેત છે કે ઇશ્વરે ખુદ તમને બોલાવ્યા છે. ઇશ્વર ઇચ્છે છે કે તમે મંદિર જાવ, તેના દર્શન કરો, પુજા પાઠ કરો. આવુ હંમેશા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ખુબ જ પરેશાન હોય છે અને તેને મુસીબતમાંથી બહાર આવવાનો કોઇ રસ્તો દેખાતો ન હોય.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે?














