મણિપુર હિંસા અંગે વડાપ્રધાન મોદી મૌન કેમ છે? જાણો આ VIDEO દ્વારા સમગ્ર હકીકત
- વિજય ગજેરા નામના સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે મણિપુર હિંસાના પ્રારંભથી અત્યાર સુધીનો ઘટનાક્રમ જણાવ્યો
- આ ગુજરાતી યુવકનો વીડિયો 24 કલાકમાં આશરે બે લાખ લોકોએ જોયો
નવી દિલ્હી, 3 જુલાઈ, 2024: 18મી લોકસભાના પ્રથમ સત્રમાં મણિપુરનો મુદ્દો જોરશોરથી ગાજ્યો. બીજી જુલાઈએ તો વડાપ્રધાન મોદીના વક્તવ્ય દરમિયાન ઈન્ડી ગઠબંધનના વિપક્ષોએ પૂરા અઢી કલાક સુધી જે મુદ્દે હોબાળો ચાલુ રાખ્યો હતો તેમાં મણિપુરનો પણ સતત ઉલ્લેખ આવતો હતો. માત્ર સંસદમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આ મુદ્દે વિપક્ષોએ દરેક સભામાં ભાજપ-એનડીએ સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને પ્રશ્નો કર્યા હતા. જોકે, સરકાર અને વડાપ્રધાને આ વિષય પર ખાસ કોઈ પ્રત્યાઘાત આપવાનું ટાળ્યું હતું.
પરંતુ હવે X ઉપર એક વીડિયો સાથેની પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં મણિપુરનો ઘટનાક્રમ ખૂબ વિસ્તારથી વર્ણવવમાં આવ્યો છે અને તેમાં કયાં વિદેશી પરિબળોનો હાથ હોઈ શકે તેનો સંકેત આપવામાં આવ્યો છે.
વિજય ગજેરા નામના એક મૂળ ગુજરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર, જે ગહન સંશોધન દ્વારા વિસ્ફોટક માહિતી દેશવાસીઓ સમક્ષ રજૂ કરવા માટે જાણીતા છે તેમણે મણિપુરમાં હિંસાનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો તથા તેની પાછળ કયાં પરિબળો છે તેની શ્રેણીબદ્ધ વિગતો વીડિયો દ્વારા આપી છે.
જૂઓ વીડિયો અહીં –
આ X યુઝરનો દાવો છે કે, 2022ની 11 ઓગસ્ટે મણિપુરમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા પાસેથી નોર્વેનો એક્સપાયર થયેલો પાસપોર્ટ તથા વિઝા મળ્યા હતા. વધુ તપાસ કરતાં મણિપુર પોલીસને જાણવા મળ્યું કે એ મહિલા વાસ્તવમાં કોઈ પ્રવાસી નહીં પરંતુ મ્યાનમારના આતંકવાદી સંગઠનની સભ્ય હતી. તેને એક સ્થાનિક વકીલે જામીન અપાવ્યા અને મહિલા ચુરાચાનપુરમાં રહેવા લાગી. X યુઝરનો દાવો છે કે. આ એ જ ચુરાચાનપુર છે જ્યાંથી 2023માં હિંસાની શરૂઆત થઈ હતી. એ વિસ્તારમાં કુકી પ્રજાતિના લોકો રહે છે જે મુખ્યત્વે ખ્રિસ્તી અને અમુક લોકો ઈસ્લામનું પાલન પણ કરે છે. આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે આ પછી ખૂબ વિસ્તારથી સમગ્ર ઘટનાક્રમ પાછળના જવાબદાર પરિબળો વિશે જાણકારી આપી છે. (જે વીડિયા દ્વારા જાણી શકાશે).
As the INDI alliance is asking #PMModi to speak on Manipur, here is the investigative report in which I have exposed PM Modi and the BJP!
I request all INDI Alliance supporters to spread it maximum as dictator Modi doesn’t want to show you!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) July 2, 2024
શું હતી મણિપુર ઘટના અને કેમ આટલી બધી ગાજી?
મણિપુરમાં બહારથી આવેલા કુકી અને સ્થાનિક મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મુખ્યત્વે ખ્રિસ્તી સંપ્રદાયનું પાલન કરતા કુકીઓ મ્યાનમારમાંથી ભારતમાં આવેલા છે. ભાજપ સહિત અન્ય રાષ્ટ્રવાદી પક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ કુકીઓ સ્થાનિક મૈતેઈ સમુદાયને કચડી નાખીને તેમની જમીન પચાવી પાડવા માગે છે. ખરેખરો મુદ્દો શું છે એ તો સમય આવ્યે સ્પષ્ટ થશે, પરંતુ અહીં ઉપર જે વીડિયો છે તેના આધારે એટલું સ્પષ્ટ છે કે, મણિપુરની હિંસા પાછળ બહારથી આવેલા લોકો અને સ્થાનિક સમુદાય વચ્ચેની આ લડાઈ છે.