ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

આખરે ચીન કેમ ખરીદી રહ્યું છે મોટા પાયે સોનું? શું છે ચીનનો પ્લાન

શાંઘાઇ, 13 સપ્ટેમ્બર 2025: ચીનની મધ્યસ્થ બેન્ક અંધાધૂંધ સોનું ખરીદી રહી છે. ઓગસ્ટમાં સતત સાતમા મહિનાથી ધી પીપલ્સ બેન્ક ઓફ ચાઇના સોનું ખરીદી રહી છે. ડોલરની તાલ પર ચીનની સોનાની અનામતો 253.8 અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. આ દેશની કુલ અનામતોમાં 7.6 ટકા છે. આ વર્ષે અત્યાર સુધીમાં મધ્યસ્થ બેન્ક પાસે 21 ટન સોનાની ખરીદી કરી છે. વર્ષ 2024માં ચીને 44 ટન અને 2023માં 225 ટન સોનાની ખરીદી કરી હતી. ચીનનો હેતુ પોતાની સોનાની અનામતોને 5,000 ટન સુધી પહોંચાડવાનો છે.

ચીનનું લક્ષ્ય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ચીનને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું હોય, તો તેનો સોનાનો ભંડાર 8,000 ટનથી વધુ હોવો જોઈએ. હાલમાં, ચીન તેના લક્ષ્યથી ઘણું દૂર છે. હાલમાં, ચીન પાસે સત્તાવાર રીતે 2,300.4 ટન સોનું છે.

2009ની શરૂઆતમાં, ચાઇના ગોલ્ડ એસોસિએશનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હૌ હુઇમિને કહ્યું હતું કે ચીન પાસે ઓછામાં ઓછું 5,000 ટન સોનું હોવું જોઈએ. આ સ્તરે પહોંચ્યા પછી, ચીન અમેરિકા પછી સૌથી વધુ સોનું ધરાવતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બનશે. નોંધનીય અમેરિકા પાસે હાલમાં 8,133.5 ટન સોનું છે અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

કયા દેશ પાસે કેટલું સોનું છે?

છેલ્લા 25 વર્ષથી, અમેરિકાનો સોનાનો ભંડાર વિશ્વમાં સૌથી વધુ રહ્યો છે. આ પછી, જર્મની 3,350 ટન સોના (કુલ અનામતના 78 ટકા) સાથે બીજા સ્થાને છે. ઇટાલી 2,452 ટન સોના (75 ટકા) સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રશિયા 2,330 ટન સોના સાથે ચોથા સ્થાને છે. આ પછી ચીન આવે છે.

ચીન પછી સ્વિટ્ઝર્લૅન્ડ આવે છે, જેની પાસે 1,040 ટન સોનું છે. આ અહીંના કુલ અનામતના 11 ટકા છે. સ્વિટ્ઝર્લૅન્ડ પછી ભારતનો નંબર આવે છે. ભારત પાસે હાલમાં 880 ટન સોનું છે, જે કુલ અનામતના 13 ટકા છે. ત્યાર પછીના ક્રમમાં જાપાન 846 ટન, તુર્કી 637 ટન, નેધરલેન્ડ 613 ટન અને પોલેન્ડ 515 ટન સાથેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ગાઢ જંગલોમાં સાપ-હાથીનો ખતરો…આસામમાં ટાટા ઇલેક્ટ્રોનીક્સ સામે નવા પડકાર, હવે ‘Elephant Proof’વોલનો સહારો

Back to top button