ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં 900 રૂ.ના સબ્સક્રિપ્શનથી Twitter પર ક્યા-ક્યા ફીચર્સ મળશે ?

છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર બ્લૂ ટિકને લઈને નવી નવી અપડેટ આવે છે. ટ્વીટર માલિક એલન મસ્ક હવે બ્લૂ ટિકને લઈને શું કરશે તે બાબતે ટ્વીટર યુઝર્સ હંમેશા અસમંજસમાં હોય છે. હવે તેમનો ઇન્તજાર પૂરો થઇ ગયો છે કારણકે ટ્વીટર બ્લૂ સબ્સક્રિપ્શન હવે ભારતમાં લોન્ચ થઇ ગયું છે. ટ્વીટરની આ સેવાથી તમે પણ બ્લુ ટિક મેળવી શકો છો. જો કે આ સબ્સક્રિપ્શનથી તમને માત્ર બ્લુ ટિક જ નહી પરંતુ તે સિવાય બીજા અન્ય ફીચર્સ પણ મળશે. આવો જાણીએ ક્યાં-ક્યાં ફીચર્સ મળશે.

લાંબા સમય પછી ભારતમાં Twitter Blue સબ્સક્રિપ્શનની સેવા ચાલુ કરવામાં આવી છે. બ્લૂ ટિકની કિંમત બાબતે ઘણી અટકળો લગાવવામાં આવતી હતી પરંતુ હવે એ અટકળોનો સમય પૂરો થઇ ગયો છે. કંપનીએ મહિને 900 રૂપિયામાં આ સેવા લોન્ચ કરી છે એટલે કે માત્ર 900 રૂપિયામાં બ્લૂ ટિક મળી જશે. તમને જણાવી દઈએ કે આ ઓફર થોડા સમય પુરતી જ સીમિત છે.

આ પણ વાંચો:ટ્વીટર પર આ ભુલ મોકલી શકે છે જેલમાં….

એનો મતલબ કે આવનાર સમયમાં તેની કિંમતમાં વધારો થઇ શકે છે. 900 રૂપિયાનું આ સબ્સક્રિપ્શન માત્ર એન્ડ્રોઈડ અને IOS યુઝર્સ માટે જ છે. જયારે ટ્વીટર વેબ યુઝર્સએ મહિને 650 રૂપિયા ચુકવવા પડશે. કંપની અહી માત્ર બ્લૂ ટિક જ નહી પરતું તેની સાથે બીજા અન્ય ફીચર્સ પણ આપે છે. અહી તમને એજ ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો:બ્લુ ટિક મુદ્દે એલન મસ્કે બદલ્યો નિર્ણય : હવે આવશે નવી વ્યવસ્થા

એડિટ (Edit) ટ્વીટ

કંપની બ્લૂ ટિક સાથે યુઝર્સને એડિટ કરવાનું ફીચર આપશે. જેના માટે 30 મિનીટની સમયમર્યાદા હશે એટલે કે 30 મિનીટ સુધી તમે ટ્વીટને એડિટ(સુધારા-વધારા) કરી શકશો. ત્યારબાદ તમે ટ્વીટને અપડેટ કરી શકો છો, ટેગ કરી શકો છો, મીડિયા અટેચ જેવી સેવાનો લાભ લઇ શકો છે. 30 મિનીટ સુધી જે સુધારા કરવા હોય તે કરી શકો છો ત્યાર પછી ટ્વીટ કરશો તો એડિટનું લેબલ આવી જશે.

બૂકમાર્ક (Bookmark) ફોલ્ડર

કંપની દ્વારા આ સબ્સક્રિપ્શનમાં તમને બૂકમાર્ક ફોલ્ડરનું ફીચર આપવામાં આવશે. તમે કોઈ બૂકમાર્કને ફોલ્ડરમાં સેવ કરી શકો છે. એના માટે અહી તમને બૂકમાર્ક ફોલ્ડરનું ઓપ્શન આપવામાં આવશે. જેનાથી તમે અમર્યાદિત બૂકમાર્ક કે બૂકમાર્ક ફોલ્ડર બનાવી શકો છો. આવું કરવાથી તમે દરેક વિગતને વ્યવસ્થિત રીતે રાખી શકશો. તમે ફની ટ્વીટ, વિજ્ઞાન સબંધિત ટ્વીટ, તેમજ પોલિટિક ટ્વીટ સહીત તમારી પસંદગીના ટ્વીટને અલગ અલગ ફોલ્ડરમાં સેવ કરી શકો છો.

આ પણ વાંચો:અબજપતિઓના સ્વર્ગ ગણાતા રેસ્ટોરાંમાં નવી ગર્લફ્રેન્ડ સાથે ડેટ કરતાં જોવા મળ્યાં એલન મસ્ક, 23 વર્ષ નાની છે આ મિસ્ટ્રી ગર્લ

ટોપ આર્ટિકલ્સ

ટોપ આર્ટિકલ્સ એટલે તમે જેને સૌથી વધુ શેર કરો છો તેવા આર્ટિકલ્સનું શોર્ટકટ છે. આ ફીચરમાં સૌથી વધુ શેર થનાર આર્ટિકલ્સનું જાતે જ લિસ્ટ થઇ જાય છે. જેથી યુઝર્સનો સમય બચાવી શકાય છે.

અન્ડું(Undo) ટ્વીટ

અહી આ સબ્સક્રિપ્શનમાં અન્ડુંનું ફીચર આપવામાં આવે છે એટલે કે ટ્વીટને અન્ડું કરી શકો છે. જેનાથી તમે ટ્વીટ દેખાય તે પહેલા જ તેને અન્ડું કરી શકો છો. સાથે શબ્દો મર્યાદા પણ વધારી શકશો. 4000 શબ્દો સુધી ટ્વીટ કરી શકે છે. તે સિવાય સૌથી મહત્વપૂર્ણ છે કે 1080p કે Full HD કવોલીટીનો વિડીયો પણ અપલોડ કરો શકો છે સાથે જ લાંબો વિડીયો પણ અપલોડ કરી શકશો. તે ઉપરાંત પ્રોફાઈલ ફોટો સાથે NFT પણ સેટ કરી શકશે. કંપની જણાવ્યાનુસાર આવનાર સમયમાં યુઝર્સને જાહેરાતોથી છુટકારો મળશે એટલેકે અડધી જાહેરાત જોવા મળશે.

આ પણ વાંચો:એલન મસ્કે ફોટો ટ્વિટ કરીને બતાવી પોતાની પિસ્તોલઃ લોકો હેરાન

સબ્સક્રિપ્શન વિનાના બ્લૂ ટિકનું શું થશે?

આતો કરી વાત બ્લુ ટિક સબ્સક્રિપ્શનની પણ હવે એ પણ જાણવું પડશે કે અત્યાર સુધી ફ્રી બ્લુ ટિકની સેવાનો લાભ લેતા હતા તો એ ફ્રી બ્લૂ ટિક જે લાગેલા છે તેનું શું થશે. આ વિશે એલન મસ્કએ પહેલા જ કહ્યું હતું કે બાધાના બ્લૂ ટિક હટાવી દેવામાં આવશે. માત્ર સબ્સક્રિપ્શન લેનાર યુઝર્સને જ બ્લૂ ટિકનો લાભ આપવામાં આવશે.

આ ફીચરને સંપૂર્ણપણે લાગુ કર્યા પછી જ બધાના ફ્રી બ્લૂ ટિકને હટાવવામાં આવશે. જેના માટે થોડો સમય થઇ શકે છે એટલે કે ફ્રી બ્લૂ ટિકનો લાભ થોડો સમય મળી શકશે. જો બ્લૂ ટિક જોઈતું હોય તો તેની સબ્સક્રિપ્શન ફી ચૂકવવી પડશે. ટ્વીટર પહેલાથી કંપની અને સરકારને અલગ કલરનું ટિક આપશે.

આ પણ વાંચો:TWITTERની જેમ હવે Instagramમાં પણ BLUE TICK માટે ચૂકવવા પડશે રૂપિયા

ટ્વીટર હવે ત્રણ કલરના ટિક આપશે જેમાં કંપનીને ગોલ્ડન કલર અને સરકાર કે તે સાથે સંબંધિત યુઝર્સને નામ આગળ ગ્રે કલરનું ટિક મળશે. જયારે સામાન્ય સબ્સક્રાઇબ્ડ યુઝર્સને બ્લૂ કલરનું ટિક મળશે.

Back to top button