યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ટ્વીટર પર આ ભુલ મોકલી શકે છે જેલમાં….

Text To Speech

ટ્વીટ કરવા બદલ કોઈની ધરપકડ થઈ હોય એવા કિસ્સા હવે સાંભળવા મળી રહ્યા છે. ટ્વીટ કરતી વખતે જો કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને જેલમાં પણ જવુ પડે.

ક્યા ક્યા સંજોગોમાં કાર્યવાહી થઈ શકે એ જાણી લઈએ

  • અભદ્ર ભાષાનો પ્રયોગ

કોઈ વ્યક્તિ માટે અભદ્ર ભાષા વાપરી હોય, ગાળો આપી હોય એવા સંજોગોમાં મામલો કોર્ટ કે પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે.

  •  વાંધાજનક ઈમેજ પોસ્ટ કરવી

અશ્લિલ દેખાતી ઈમેજ પોસ્ટ કરવામાં પણ જોખમ છે. કોઈ ટ્વીટર એકાઉન્ટ પરથી વારંવાર અશ્લિલ તસવીરો પોસ્ટ થતી હોય તો એ એકાઉન્ટ બ્લોક પણ થઈ શકે છે.

Social Media- humdekhengenews

  •  જાતિગત ટીકા

કોઈની જાતિ-જ્ઞાતિ વિશે વાંધાજનર કોમેન્ટ કરવામાં આવે કે ટ્વીટ કરવામાં આવે તો પણ કેસ બની શકે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ વિષયક અપશબ્દો કહી શકાતા નથી. એવુ કરવામાં જેલ જવાનું જોખમ રહેલું છે.

આજકાલ વધતા સોશિયલ મીડિયાના ઉપયોગ વચ્ચે કેટલીક સજ્જતા કેળવવી પણ જરૂરી છે. ટ્વીટર જેવા માધ્યમો પર અભિવ્યક્તિની જેટલી વધુ સ્વતંત્રતા છે અભિવ્યક્તિ કરનારની જવાબદારી પણ એટલી જ વધુ છે. માટે હવેથી ટ્વીટ કરતા પહેલા જાળવણી રાખજો.

આ પણ વાંચો: Instant Loan! આપતી એપ્સથી રહો સાવધાન

Back to top button