ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અમેરિકી ડોલરને શેનાથી છે ખતરો? અમેરિકી પ્રમુખને સતાવી રહ્યો છે આ ડર

વોશિંગ્ટન, 16 ઓક્ટોબર, 2025: આ વર્ષે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદીને હલચલ મચાવનાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકન ચલણ ડોલરને લઈને ચિંતિત છે. વૈશ્વિક મહાસત્તા અમેરિકાના આ સુપ્રિમોને લાગે છે કે ડોલર સામે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેણે આ માટે બ્રિક્સ દેશોને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે બ્રિક્સને યુએસ ડૉલર પર “હુમલો” તરીકે વર્ણવ્યું હતું અને દાવો કર્યો હતો કે તેમણે એવા દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી કે જેઓ બ્રિક્સમાં જોડાવા માગે છે – જે પછી તેઓએ પીછેહઠ કરી હતી.

ડોલર પર શેનો છે ખતરો?

બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સામેલ છે. ટ્રમ્પનું કહેવું છે કે આ જૂથ ‘અમેરિકન વિરોધી નીતિ’ અપનાવી રહ્યું છે, તેથી તેઓ આ દેશો પર વધારાના ટેરિફ લાદવાની ચેતવણી આપી રહ્યા છે. બીજી બાજુ, બ્રિક્સ દેશોએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવી રહેલા મનસ્વી ટેરિફ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તે વૈશ્વિક વેપારને અસર કરે છે.

આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ડૉલર પર ખૂબ જ કડક વલણ ધરાવે છે અને, “જે કોઈ પણ ડૉલરમાં વ્યવહાર કરવા માંગે છે તેમને એવા લોકોની તુલનામાં ફાયદો થશે જેઓ આવું કરવા માંગતા નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે ડરે છે?

ટ્રમ્પે કહ્યું- ‘મેં તે તમામ દેશોને કહ્યું છે જે બ્રિક્સમાં જોડાવા માગે છે તેમની પર અમે  ટેરિફ લાદીશું. અને બધા પાછળ હટી ગયા છે. BRICS એ ડૉલર પર હુમલો છે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ દેશ બ્રિક્સમાં જોડાવા માંગે છે તો હું અમેરિકામાં આવનારા તમારા તમામ ઉત્પાદનો પર ડ્યૂટી લગાવીશ.

બ્રિક્સ દેશોએ ગયા મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેરિફમાં આવો “અંધાધૂંધ વધારો” વૈશ્વિક વેપારને વિક્ષેપિત કરી શકે છે અને વેપાર-પ્રતિબંધિત નીતિઓ તરફ દોરી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે ઘણા દેશો પર ઊંચા ટેરિફ લાદ્યા છે.

ભારત પર પણ અસર

નોંધનીય છે કે 25 ટકા બેઝ ટેરિફ સિવાય અમેરિકાએ રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદીને કારણે ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર પણ વધારાની 25 ટકા ડ્યૂટી લગાવી છે. આ રીતે, ભારતીય નિકાસ પર કુલ 50 ટકા યુએસ ટેરિફ લાગુ છે, જે ભારત-યુએસ વેપાર પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ EPFOએ કર્યો મોટો ફેરફાર, નોકરી છુટ્યા બાદ 2 નહી 12 મહિના પછી બધા PFના પૈસા નીકળશે

Back to top button