ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કતર દ્વારા મુક્ત કરવામાં આવેલા 8 ભૂતપૂર્વ મરીનનો કેસ શું છે? જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

  • કતરનો આ નિર્ણય ભારત સરકાર માટે મોટી રાજદ્વારી સફળતા  
  • PMની કતરના અમીર સાથેની બેઠકમાં આ ખલાસીઓની મુક્તિનો નાખવામાં આવ્યો હતો પાયો

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: કતરની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. કતરના આ નિર્ણયને ભારત સરકારની મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે, ગયા વર્ષે 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર તમીમ બિન હમાદ વચ્ચે દુબઈમાં થયેલી બેઠકમાં આ ભૂતપૂર્વ મરીનને મુક્ત કરવા માટે મેદાન તૈયાર થયું હતું. આ 8 ભૂતપૂર્વ મરીનમાંથી, 7 સોમવારે સ્વદેશ પરત ફર્યા અને તે બધાએ કહ્યું કે કતાર સાથેના મુદ્દા પર મોદીના હસ્તક્ષેપ વિના આ શક્ય ન હોત.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદીએ 1 ડિસેમ્બરે દુબઈમાં COP28 સમિટ દરમિયાન કતરના અમીર સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ આ ભારતીય નાગરિકોની મુક્તિ માટે બેક-ચેનલ વાતચીત શરૂ થઈ હતી. આ બેઠક અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘અમે દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતરમાં ભારતીય સમુદાયની સુખાકારી પર સારી ચર્ચા કરી હતી.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની કતરના અમીર સાથેની વાતચીતમાં કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોનો મુદ્દો પણ સામેલ હતો.

ભારતને કેવી રીતે મળી સફળતા ?

ભારત, જેણે તેના દરિયાઈ સૈનિકોને મુક્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, તેણે સૌ પ્રથમ કતરની અદાલત દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર દુઃખ વ્યક્ત કર્યું હતું, તેને “ઊંડો આઘાત” ગણાવ્યો હતો. આ પછી, ભારતે તેની નૌકાદળના સન્માનિત અધિકારીઓ સહિત આઠ લોકોની મદદ માટે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવાનું વચન આપ્યું હતું. આ માટે ભારતે સૌપ્રથમ ખલાસીઓની મૃત્યુદંડની સજા સામે કતર કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, 28 ડિસેમ્બરે કતરની અદાલતે ભારતીય મરીનની મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો અને તેમને જુદી-જુદી મુદતની જેલની સજા ફટકારી.

કતરમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોના સબંધીઓ ભારતમાં તેમની સજાના અહેવાલો સાંભળીને ચિંતિત થઈ ગયા હતા. પરિવારે તેમની મુક્તિ અને દેશમાં સુરક્ષિત પરત ફરવાની વિનંતી કરી હતી, ત્યારબાદ વિદેશ મંત્રાલયે તેમને ખાતરી આપી હતી કે, તમામ રાજદ્વારી માધ્યમો એકત્ર કરવામાં આવશે અને તેમને દેશમાં પરત લાવવા માટે કાયદાકીય મદદની વ્યવસ્થા કરવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં, કતરની અદાલતે જાન્યુઆરીમાં અપીલ કર્યા પછી આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓની મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો હતો અને તેમને વ્યક્તિગત જેલની સજા સામે અપીલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો હતો, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. કોર્ટે શરૂઆતમાં મૌખિક આદેશના રૂપમાં ચુકાદો આપ્યો હતો અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિયમિત મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, આઠ લોકોની મદદ કરતી કાનૂની ટીમને ચુકાદાની નકલ મળી હતી પરંતુ તે “ગોપનીય દસ્તાવેજ” હતો. આ પછી કોર્ટે ભારતના આઠ ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

આખો કિસ્સો શું હતો, કેવી રીતે આગળ વધ્યો ?

1. કતરની કોર્ટે 26 ઓકટોબર 2023ના રોજ અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓના કેસમાં મૃત્યુ દંડનો ચુકાદો આપ્યો હતો. આ આઠેય ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ હતા. જાસૂસી કરવાના અઘોષિત આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કતર કોર્ટે 8 ભારતીયોને મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો, સજા અટકાવવા ભારત સરકાર સક્રિય

 

2. કતરમાં ભારતીયોને મૃત્યુદંડનો કેસમાં વિદેશમંત્રી એસ.જયશંકર 20 ઓકટોબર 2023ના રોજ સજા પામેલા સૈન્ય જવાનોના પરિજનોને મળ્યા અને સૈન્ય જવાનોની મુક્તિની ખાતરી આપી.

કતરમાં ભારતીયોને મૃત્યુદંડનો કેસઃ વિદેશમંત્રી સજા પામેલા સૈન્ય જવાનોના પરિજનોને મળ્યા

 

3. કતરમાં 8 ભારતીયની સજા સામે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી અને સરકારે કતારની અદાલત દ્વારા આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના કેસ વિરુદ્ધ અપીલ દાખલ કરી.

કતરમાં 8 ભારતીયની સજા સામે સરકારે કરી અપીલ

 

4. કતરમાં મૃત્યુદંડની સજા મેળવનારા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓના કેસમાં વિદેશ મંત્રાલયે આ એક સંવેદનશીલ મામલો હોવાથી સમગ્ર પ્રક્રિયા ગોપનીય રહેવાનું જણાવ્યું.

કતરમાં ભારતીયોને મોતની સજા મામલે વિદેશ મંત્રાલયનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું

 

5. કતર કોર્ટે 24 નવેમ્બર 2023ના રોજ ભારતની અરજી સ્વીકારી અને ફાંસીની સજા પામેલા 8 ભારતીયો માટે આશાનું કિરણ જાગ્યું

કતર કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ફાંસીની સજા પામેલા 8 ભારતીયો માટે આશાનું કિરણ

 

6. કતરમાં ફાંસીની સજા મેળવેલા 8 અધિકારીઓ સાથે 3 ડિસેમ્બરે જેલમાં ભારતીય રાજદૂતે કરી મુલાકાત અને ત્યારબાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું, આ એક સંવેદનશીલ મુદ્દો છે, આ મામલે અમારાથી જે કંઈ થઈ શકે તે અમે કરીશું.

કતરમાં ફાંસીની સજા મેળવેલા 8 અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતે કરી મુલાકાત

 

7. કતરમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને 28 ડિસેમ્બર 2023ના રોજ મોટી રાહત આપવામાં આવી અને તેમની ફાંસીની સજા ઘટાડી દેવામાં આવી.

કતરમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, હવે તેમને ફાંસી નહીં અપાય

8. આખરે ભારત સરકાર માટે મોટી રાજદ્વારી સફળતા મળી અને આજે સોમવારે કતરની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમાંથી 7 પૂર્વ નૌસૈનિકો ભારત પરત ફર્યા છે.

ભારત માટે મોટી રાજદ્વારી જીત, 8 ભૂતપૂર્વ મરીન કતર જેલમાંથી થયા મુક્ત

આ પણ જુઓ: ‘રખાઈનને તાત્કાલિક છોડી દો’, મ્યાનમારમાં રહેતા ભારતીયોને વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

Back to top button